ધાનેરામાં ડીસાથી આવતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 10:35:40
  • Views : 462
  • Modified Date : 2019-05-05 10:35:40

૨૪૦ રૂપિયાના ભાવનું હતું આ ઘી હાલમાં શુધ્ધ ઘીનો ભાવ ૫૦૦ થી વધારે ચાલી રહ્યો છે.  બનાસડેરીના ઘીના એક લિટરના ભાવ પણ ૪૦૦ છે. જ્યારે ગાયના શુધ્ધ ઘીનો ભાવ બજારમાં ૭૦૦ થી પણ વધારે છે  ત્યારે આ ગાડીમાં ડીસાથી  આવેલ “મઢુલી” માર્કાવાળા ઘીના બીલની તપાસ કરતાં તે મઢુલી પ્રિમીયમ દેશી ઘીનો ભાવ ૨૪૦ અને મઢુલી ગાયનું ઘીના ૨૦૦ મી.લી.ના ૪૮ રૂપિયાના ભાવનું બીલ જોવા મળતા પુરવઠાની ટીમને શંકા જવા પામી હતી. જેથી આ માલ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ધાનેરા તાલુકો રાજસ્થાનની બોર્ડરનો તાલુકો હોવાથી ધાનેરામાં મોટા પ્રમાણમાં બનાવટી ઘી તેમજ તેલ ઘુસાડવામાં આવે છે.  વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આ બાબતે શુક્રવારે બજારમાં તપાસ કરતાં ડીસાથી આવેલ એક ગાડીની તપાસ કરતાં અને બીલ ચેક કરતાં શંકાસ્પદ ઘી નો “મઢુલી” ના માર્કાવાળો જથ્થો મળી આવતા આ જથ્થો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં લગ્નની મૌસમ બરાબર જામી છે ત્યારે લોકોને ઘી અને તેલની જરૂરીયાત વધારે રહેતી હોય છે. ત્યારે વેપારીઓ પોતાનો નફો રળવા માટે ડુપ્લીકેટ ઘી અને તેલ મોટી માત્રામાં ઉતારતા હોય છે.  લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે. અગાઉ દિવાળી ટાણે પણ આવી ફરિયાદો મળતાં  પુરવઠાની ટીમે ૫મી ડીસેમ્બર-૨૦૧૮ ના રોજએક ટ્રકમાંથી “લંગર” માર્કાના ૧૫ કિલોના ૬૫ નંગ, ૫ લિટરના ૧૦૦ નંગ, ૨ લિટરના ૪૫ નંગ તથા ૫૦૦ ગ્રામના ૪૦ નંગ કબ્જે લીધા હતા. જેની અંદાજીત કિમત રૂ.૧,૩૬,૧૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ૨૧ નવેમ્બરના રોજ ગામડાઓના લોકોને સસ્તા ભાવે ૨૮૦ રૂપિયે કિલો ઘી વેચતા હોવાનું જાણવા મળતાં ઇક્કો ગાડીમાંથી “શુભ” બ્રાન્ડનું શુધ્ધ ગાયનું ઘી સંકાસ્પદ લાગતાં પકડી પાડેલ  તેમની સામે કાર્યવાહી કરી હતી. અને હાલમાં લગ્નની સિઝન ચાલુ થતાં ફરી ફરિયાદ ઉઠતાં પુરવઠાની ટીમે બજારમાં તપાસમાં હતી. ત્યારે ડીસાથી જનરલ માલ ભરીને આવેલ ટ્રક પાસે બીલોની તપાસ કરતાં તેમાં સસ્તાભાવનું ઘી ના બીલ જોવા મળતા પુરવઠા વિભાગની ટીમને બનાવટી ઘી હોવાની સંકા જતાં તે માલને પુરવઠા ગોડાઉન ખાતે લાવવામાં આવ્યો હતો અને તપાસ કરતાં  મઢુલી પ્રિમીયમ દેશી ઘીના ૧૫ કિલોના - ૮ ટીન તેમજ મઢુલી ગાયનું ઘીના ૨૦૦ મી.લી.ના - ૧૫૦ નંગ મળી આવ્યા હતા. જેથી આ પુરવઠાની આ ઘીનો જથ્થો જપ્ત કરીને આ બાબતે તપાસ કરવા માટે ફુડ વિભાગને લેખિત મોકલી આપવામાં આવ્યું હતું.



Download Our B K News Today App



Related News