ગાંધીનગર જિલ્લામાં રવિ પાકનું ૪૦૮૫૮ હેક્ટરમાં વાવેતર, ઘઉંનું ૧૦૧૭૯ હેક્ટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 12:01:18
  • Views : 322
  • Modified Date : 2020-11-29 12:01:18

ગાંધીનગર જિલ્લામાં હજુ એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે રવિ પાકમાં સરેરાશ ૫૦ ટકા કરતાં વધારે વાવેતર થઈ ગયું છે. અત્યાર સુધીમાં કુલ ૪૦૮૫૮ હેક્ટર જમીનમાં રવિ પાકનાં થયેલા વાવેતરમાં માણસા તાલુકામાં ૧૪૦૪૫ હેક્ટર અને કલોલમાં સૌથી ઓછું માત્ર ૪૨૩૦ હેક્ટરમાં વાવેતર થયું છે. સમગ્ર જિલ્લામાં ઘઉંના ૧૦૧૭૯ હેક્ટર વાવેતર સામે બટાકાનું ૭૬૮૬ હેક્ટર તેમજ શાકભાજીનું ૫૧૩૦ અને ઘાસચારાનું ૧૨૬૨૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી જાદવની અખબારી યાદીમાં જણાવાયું છે કે, ગાંધીનગર જિલ્લામાં રવિ પાકનાં વાવેતરની સરેરાશ ૭૧૬૨૨ હેક્ટર છે. તેમાં અત્યાર સુધીમાં દહેગામ તાલુકામાં ઘઉંનું ૩૫૮૭ હેક્ટર, બટાકાનું ૩૩૭૮ અને શાકભાજીનું ૧૪૨૭ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં ઘઉંનું ૩૫૧૬ હેક્ટર, બટાકાનું ૨૫૩૦ અને શાકભાજીનું ૧૦૦૮ હેક્ટરમાં વાવેતર થયું છે. તો કલોલ તાલુકામાં ઘઉંનું ૧૨૪૮ હેક્ટર, બટાકાનું માત્ર ૫૦ હેક્ટર અને ૩૬૭ શાકભાજીનું હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે માણસા તાલુકામાં ઘઉંનું ૧૮૨૮ હેક્ટર, બટાકાનું ૧૭૨૮ હેક્ટર અને શાકભાજીનું ૨૩૨૮ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં આ ઉપરાંત તમાકુંનું ૨૮૧૩ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં દહેગામમાં ૧૧૩, ગાંધીનગરમાં ૧૨૯, કલોલમાં ૧૫૯ અને માણસા તાલુકામાં ૨૪૧૨ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. તો ચણાનું ૭૭૯ હેક્ટર અને વરીયાળીનું ૮૯૭ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News