ચ ૬ સર્કલ પાસે દહેગામના યુવકનું ડભોડા પાસે ગામના યુવકનું ઘાતક દોરીથી ગળુ કપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 11:00:37
  • Views : 308
  • Modified Date : 2021-01-16 11:05:51

ઉત્તરાયણના તહેવારમાં ઘાતક દોરીના કારણે અનેક વાહનચાલકો મોતને ભેટતા હોય છે. ક્યારેક ગંભીર રીતે ઇજા ગ્રસ પણ થતા હોય છે. ગાંધીનગર શહેર અને તાલુકામાં ઘાતક દોરી ના કારણે ગંભીર રીતે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા શહેરના ચ ૬ સર્કલ પાસે દહેગામ નો યુવક જ્યારે ડભોડા પાસે ગામના યુવકને ટુ-વ્હીલર લઈને જતા દોરીથી ઈજાગ્રસ્ત થયો હતો.
ચ-૬ સર્કલ પાસે ૨૭ વર્ષિય તૃષારભાઈ ઝાલા દહેગામથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે સેકટર ૨૧ પર ચાલુ બાઇકે તેમના ગાળામાં
પતંગની દોરી વીટળાઈ જતા ગાળાના ભાગમાં ગંભીર રીતે ઇજાઓ થઇ હતી, ત્યાં ઉભેલા એક જાગૃત નાગરિક એ તરતજ ૧૦૮ પર કોલ કરી જાણ કરી અને આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ ને થતા તરતજ ઈએમટી બળવંતભાઈ  અને
પાયલોટ ભરતભાઈ ઘટના સ્થળે પોહચી ગયા હતા. ૧૦૮ના ઈએમટી બળવંત ભાઈએ સ્થળ પર પોહચી દર્દીની ઇજા તપાસી અને પ્રાથમિક સારવાર તેમજ ડ્રેસિંગ કરી દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ  ખસેડ્યા હતા.
ડભોડાના રામનગર પાસે ૩૦ વર્ષિય મહેશજી ઠાકોર તેમની પત્ની સાથે ડભોડાથી ચિલોડા તરફ જઈ રહ્યા હતા તેજ સમયે ગળામાં ગંભીર ઈજાઓ થય હતી. આ બાબતની જાણ ચિલોડા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી કિશનભાઇ સોલંકી તડવી અને પાયલોટ ધરમસિંહ દેસાઇ દર્દી પાસે પોહચી પ્રાથમિક સારવાર આપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાસેડાયા હતા.
ઉત્તરાયણનો તહેવાર ખુબજ હર્ષોલ્લાસનો છે પણ ઘણી વખત લોકો પતંગ ચગાવવા માં એટલા ખોવાય જતા હોય છે કે તે ભૂલી જાય છે કે રોડ રસ્તા પર ચાલતા કે બાઈક પર અવર જવર કરતા લોકોને અજાણમાં ઇજા પહોંચાડીયે છે.
ગાંધીનગર જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ચોવીસ કલાક સ્ટેન્ડબાય હતી. જેમાં ઉતરાયણના દિવસે ૧૦૮ ટીમ ને ટોટલ ૭૫ જેટલા ઇમરજન્સી કોલ મળ્યા હતા. જેમાંથી એબ્ડોમીનલ દર્દ  ૩, પ્રેગ્નન્સી રિલેટેડ ૧૯, ટ્રોમાના ૩૫, હૃદયની તકલીફ વાળા ૩ તેમજ અન્ય ૧૫ ઇમરજન્સી કોલ ગાંધીનગર ૧૦૮ ટીમને મળ્યા હતા.

Download Our B K News Today App



Related News