અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 11:29:09
  • Views : 422
  • Modified Date : 2020-03-26 11:29:09

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર વસેલું પ્રાચીન શક્તિપીઠ છે. અંબાજી મંદિર અરાવલીના પહાડો પર વસેલુ શક્તિપીઠ છે. આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ  મંદિર ૫૧ શક્તિપીઠો અનેરું મહત્વ ધરાવે છે.  અંબાજી મંદિર સમગ્ર વિશ્વમાં ભક્તોમાં અનેરું મહત્વ ધરાવે છે. ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ હોઈ  સવારે અંબાજી મંદિરમાં આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના અધિકારીગણની હાજરીમાં ઘટ સ્થાપના વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી હતી. અંબાજી મંદિર માઈ ભક્તો વગર સુમસામ જોવા મળ્યું હતું.
અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે કોટેશ્વર નદીનું જળ લાવી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને બીજા મહારાજની હાજરીમાં માતાજીની ઘટ સ્થપાના કરવામાં આવી હતી અને માતાજીના ઝવેરાની સ્થપાના કરાઈ હતી. અંબાજી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વાર નવલા નોરતામાં માતાજીનું મંદિર ભક્તો માટે સંપૂર્ણ બંદ રહેવા પામ્યુ હતું.  સમગ્ર  વિશ્વમાં ચૈત્રી નવરાત્રીનો  પ્રારંભ થયો છે. ત્યારે અંબાજી મંદિર ખાતે પણ વિધિ વિધાનથી માતાજીની આરાધના કરવામાં આવી હતી. અંબાજી મંદિર  સંપૂર્ણ ખાલી ખમ જોવા મળ્યું હતું. અંબાજી મંદિર હજી ૧૪ એપ્રિલ સુધી ભક્તો માટે
સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.  ત્યારે હાલમાં ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ફેસબુક, યુ ટ્યૂબ અને અંબાજી મંદિરની વેબ સાઈટ પર માતાજીના ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા  કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં  ૯ દિવસ સુધી ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે  ભક્તો માટે ટ્રસ્ટ તરફથી દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.  અંબાજી મંદિર ખાતે વહીવટદાર એસ.જે.ચાવડા, ગાદી પતિ તન્મય ઠાકર, મંદિરના મહારાજ, ગિરીશભાઈ પટેલ, આર.કે.મેવાડા, આશિષ રાવલ સહિત ટેમ્પલ
ઇન્સ્પેકટર સતીષ ગઢવી હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News