વાવ તાલુકાની ગૌશાળાઓમાં ઘાસચારાની અછત સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 12:12:28
  • Views : 304
  • Modified Date : 2020-08-31 12:12:28

સરહદી વાવ તાલુકામાં  ૧૩ થી પણ વધારે ગૌશાળાઓ આવેલી છે. ત્યારે કોરોનાની મહામારીને કારણે ગૌશાળાઓમાં આવતા દાન
પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ લોકડાઉનને કારણે વેપાર ધંધામાં પણ મંદીનો માહોલ સર્જાયો હોય તેમ આર્થિક રીતે તંગી સર્જાઈ છે.મધ્યમવર્ગીય
પરિવારોમાં પણ આર્થિક
પરિસ્થિતિ ખરાબ થઈ હતી. કોરોનાની મહામારીથી ગૌશાળાઓ અને પાંજરાપોળ સહિતની ધાર્મિક સંસ્થાઓમાં દાનની આવક પર સીધી અસર જોવા મળી હતી. વાવ,થરાદ અને સુઇગામ પંથકની અનેક ગૌશાળાઓમાં ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ હતી.
વાવ સહિત બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને
પાંજરાપોળમાં રહેતાં પશુઓ માટે આવતું દાન બંધ થઈ જવા પામ્યું છે ત્યારે ગૌશાળાઓ સહિત પાંજરાપોની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. ત્યારે વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટ દ્વારા બેઠકનો દોર યથાવત રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ જાહેરાત નહિ કરવામાં આવે તો પશુઓને રોડ પર અને સરકારી કચેરીઓમાં છોડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અંગે પાંજરાપોળ સંચાલકો અને મુખ્યમંત્રી સહિત ૧૮૨ ધારાસભ્યને લેખિત રજુઆત કરી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સત્વરે ગૌશાળાઓ અને
પાંજરાપોળની સંસ્થાઓ માટે
પેકેજ ફાળવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે મહામંન્ડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર માસથી ગૌશાળામાં દાનની આવક બંધ થઈ જવાથી પશુઓને માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી પડે છે.તો વળી નાની મોટી અનેક ગૌશાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા રજીસ્ટર્ડ કરેલ ગૌશાળાઓમાં પહેલાંની જેમ પ્રતિ ગાય ૨૫ રૂની સહાય જાહેર કરવામાં આવે તો
પશુઓને નિભાવી શકાય નહિતર ના છૂટકે પશુઓને રોડ પર પણ મુકવા પડશે.

Download Our B K News Today App



Related News