બનાસકાંઠામાં ઘાસચારાની તંગી વચ્ચે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 11:42:23
  • Views : 406
  • Modified Date : 2019-04-30 11:42:23

બનાસકાંઠામાં ઘાસચારાની ભારે તંગી પ્રવર્તી રહી છે. જેના કારણે ર૦ કિલો લીલી જુવારનો ભાવ છુટક બજારમાં ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેને લઈ પશુપાલકો દયનીય સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સિંચાઈ માટે નર્મદાના પાણીની તંગી વરસાદનો અભાવ સહિતના કારણોસર ખેતી નિષ્ફળ ગઈ છે. પાણીના અભાવે ઘાસચારાનું વાવેતર ઓછું થયું છે. ત્યારે ઉનાળાની આ સિઝનમાં લીલા ઘાસની તંગી વચ્ચે પશુઓને ભુખે મરવાનો વારો આવ્યો છે. બ.કાં. જિલ્લાના કેટલાંક  તાલુકાઓ અછતગ્રસ્ત  જાહેર કરાયા છે. જે તાલુકાઓ અછતગ્રસ્ત કરાયા છે ત્યાં પાણી અને ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. અછત એટલી વધી ગઈ છે કે ગતવર્ષે આ સિઝનમાં લીલા  ઘાસ-ચારામાં લીલી જવાર પ૦ થી ૬૦ રૂપિયે ર૦ કિલો મળતી હતી. તે હાલમાં ૮૦ થી ૯૦ રૂપિયે મળી રહી છે.   ખેતી અને પશુપાલન પર ગ્રામ્ય જીવન નભે છે, તેવામાં લીલા ઘાસચારાની તંગીએ ખેડૂત વર્ગની મુશ્કેલીઓ વધારી દીધી છે. સુકો ઘાસચારો પણ મોંઘો થઈ જતા પશુઓને શું ખવડાવવું તેની ચિંતામાં ખેડૂત - પશુપાલક વર્ગ મુકાઈ ગયો છે. તેમજ ડાંગરના ગંઠા, પૂળા, બાજરીના પૂળાના ભાવ પણ બમણા થઈ ગયા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ ર૦ કિલો મકાઈનું ભુંસુ પહેલાં ૧૦૦ રૂપિયે મળતું હતું જે હાલમાં ૧ર૦ રૂપિયે મળી રહ્યું છે.  ૭૦ કિલો દાણના બોરાનો ભાવ ૧,૦૦૦ રૂપિયા હતો જે વધીને ૧૧ર૦ થઈ ગયો છે ૬૦ કિલો પાપડીનો ભાવ ૧૪૦૦ થી વધીને ૧૮૦૦ થઈ ગયો છે.  ગામડામાં રહેતા ખેડૂતો-પશુપાલકો હાલ બેહાલીની સ્થિતિમાં જીવી રહ્યા છે. સિંચાઈ વરસાદના અભાવે ખેતી થતી નથી. મોંઘાદાટ ઘાસચારાની સામે દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી. આમ ગામડાના લોકોની માઠી દશા બેઠી છે. 


Download Our B K News Today App



Related News