ઉદરણા ગામ પાસે ટ્રેક્ટરમાં ભરેલા ઘાસચારામાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 12:13:08
  • Views : 439
  • Modified Date : 2019-11-11 12:13:08

ઉદરણા ગામ પાસે પશુઓ માટે ઘાસચારો ભરીને ટ્રેક્ટર જઇ રહ્યું હતું ત્યારે એકાએક વીજળીનો તાર અડતા આગ લાગી હતી. આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
થરાદ તાલુકાના અસોદર ગામના શિવાભાઈ ચૌધરી તેમના ટ્રેક્ટરમાં પશુઓ માટે ઘાસચારો ભરીને જઈ રહ્યા હતા. ત્યારે થરાદ તાલુકાના ઉંદરણા ગામ પાસે પહોંચ્યા હતા ત્યારે અચાનક વીજળીના તાર અડતા આગ લાગી હતી. અને ઘાસ ચારો બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી
 પડયા હતા. તેમજ શિવાભાઈ ચૌધરીને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું જોકે સદનસીબે  ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની ટાળી હતી.

Download Our B K News Today App



Related News