કમોસમી વરસાદથી વાવ પંથકમાં ઘાસચારાની અછત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 11:58:40
  • Views : 466
  • Modified Date : 2019-11-24 11:58:40

સરહદી ઢીમા વાવ પંથકમાં આવેલી તેર ગૌશાળાઓમાં કમોસમી વરસાદને કારણે સુકા ઘાસચારાની ભયંકર અછત સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પૂર્વે દરેક ગૌશાળાઓમાં ગાય દીઠ રૂ.૩૫થી વધારે રકમ થકી ગૌશાળાઓને બેઠી કરવાનો પ્રયત્ન કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ઘાસ આપવામાં આવતી હતી. જેથી દુષ્કાળની
પરિસ્થિતિમાં સરહદી વાવ વિસ્તારની ૧૩ ગૌશાળાઓ ઘાસચારાની અછત વર્તાતી નહોતી અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી લાખ્ખો
રૂપિયાની ગ્રાંટમાંથી ગૌશાળા સંચાલકો અને વહીવટકર્તા ટ્રસ્ટ દ્વારા લીલુંઘાસ પણ ખવડાવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ થયેલ કમોસમી વરસાદ અને બરફના કરાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે ભાજપની રાજ્ય સરકાર  ગૌમાતાની વ્હારે આવે તો ગાયોને પુરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે.
સરહદી વાવ અને સુઈગામ વિસ્તારમાં ચાલતી ગૌશાળાઓ ગાયો ખેતરે ખેતરે કે ગામમાં રખડતી હોવાથી ગૌશાળાઓમાં ઘાસચારો સહિતની વ્યવસ્થાઓારા ઉમદા હેતુથી ચલાવવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગૌશાળાઓને રાહત મળે અને ગાયો માટે મળતો સૂકો ઘાસચારો પણ મોંઘો હોવાથી ગૌશાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરહદી વાવ, સુઈગામ અને થરાદ વિસ્તારની ગૌશાળાઓની વ્હારે આવી રાજ્ય સરકાર ઘાસચારા માટે ગ્રાંટ ફાળવે તે જરૂરી છે. તો વળી વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં ચોમાસુ સીઝનમાં વધારે પ્રમાણમાં વરસાદને કારણે ઘાસચારો સંપૂર્ણ રીતે નષ્ટ થયો નહોતો. પરંતુ દિવાળી પછી બરફના કરા પડતાં અને કમોસમી વરસાદ પડતાં ગૌશાળાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઘાસચારો બગડી જવા પામ્યો છે. ત્યારે ગૌમાતાઓની હાલત અત્યંત કફોડી બની છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરી સહાય પુરી પાડવાની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News