કાંકરેજના ખીમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 05:23:26
  • Views : 506
  • Modified Date : 2019-04-14 05:23:26

બનાસકાંઠા એલસીબીની ટીમે આઠ શખ્સોને ઝડપી ૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો.ઝડપાયેલા શખ્સોના નામ વિજુભા મણાજી રાઠોડ (રહે. મહેસાણા)અનિલભાઇ ભાનુભાઇ પંચાલ (મુ. રહે. વાગડોદ તા. સરસ્વતી, મુ. રહે. ગઢ તા. પાલનપુર)વિજયજી ભોમજી ઠાકોર (રહે. કુણઘેર તા. પાટણ)આવરજી ઉર્ફે કાળુજી દિપસંગજી ઠાકોર (રહે. કુણઘેર તા. પાટણ)બેચરજી જયંતિજી ઠાકોર (રહે. ઇલમપુરા તા. પાટણ)સવજીજી શિવાજી રાઠોડ (રહે. મુડેઠા તા. ડીસા)પ્રભાતજી બળવંતજી ઠાકોર (રહે. ખીમાણા તા. કાંકરેજ)સોના- ચાંદીના દાગીના ગાળી નાંખ્યાઆઠ શખ્સોએ ચોરેલા તમામ સોના- ચાંદીના દાગીના અમદાવાદ ખાતે ગાળી દીધા હતા. જેની પાટો બનાવી આ દાગીના પાલનપુર ખાતે વેચવા આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.૩૨ ઇંચનું ટીવી જમીનમાં દાટી દીધુઆરોપીઓ પાસેથી એલસીબીએ રૂપિયા ૮,૭૫,૫૫૦ની ચાંદીની પાટો કુલ વજન ૪૩.૭૭૮, સોનાની લગડી ૧૭૨.૭૨ ગ્રામ ૨,૫૯,૦૮૦, રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦, ટેલીવિજન ૧૫૦૦૦ તેમજ સેટઅપ બોક્ષ ૫૦૦ તેમજ કાર મળી મળી કુલ રૂપિયા ૧૪,૦૦,૧૩૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેમાં ૩૨ ઇંચનું ટીવી આરોપીએ જમીનમાં દાટી દીધુ હતુ.કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પંદર દિવસ અગાઉ વેપારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોના- ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨૦.૬૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ તસ્કર ટોળકીને બનાસકાંઠા એલ. સી. બી.ની ટીમે ઝડપી લઇ ગૂનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમની પાસેથી રૂપિયા ૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આરોપીઓ જુગારમાં મોટી રકમ હારી જતાં તે ભરપાઇ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કેફિયર રજુ કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં ચકચારી બનેલી ઘરફોડ ચોરીની વિગતો એવી હતી કે, કાંકરેજ તાલુકાના ખિમાણા ગામે રહેતા રમેશચંદ્ર ચિમનલાલ શાહ તેમના પરિવાર સાથે તારીખ ૨૮ માર્ચના રોજ બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ સોના- ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨૦,૬૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી એલ. સી. બી. પીઆઇ પી. એલ. વાઘેલા, પીએસઆઇ એન. એન. પરમારે સ્ટાફ સાથે બાતમીના આધારે પાલનપુર નજીક વોચ ગોઠવી હતી. જ્યાં કારમાં આવેલા આઠ તસ્કરોને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ જુગારમાં મોટી રકમ હારી જતાં તે ભરપાઇ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કેફિયર રજુ કરી હતી.


Download Our B K News Today App



Related News