જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસબારી સુધી એક રિક્ષાવાળો રિક્ષા લઈને ઘુસી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-06 17:34:47
  • Views : 45
  • Modified Date : 2024-06-06 17:34:47

હોસ્પિટલમાં કોણ હોય ? તમે જવાબ આપશો દર્દીઓ, ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ હોય…પણ ના જામનગરની જીજી હોસ્પિટલમાં તો કુતરા,આખલાઓ,દારુડિયા ફરતા જોવા મળે છે તમે જોઇ શકો છો આ પાંચ તસવીરમાં કે આ હોસ્પિટલ છે કે મજાક છે,ક્યાંક હોસ્પિટલની અંદર કોઇ રીક્ષા લઇને આવી જાય તો ક્યાંક કોઇ દારૂડિયો આખી હોસ્પિટલને માથે લે તો શ્વાન માંસના ટુકડા સાથે ઓપરેશન રૂમ સુધી પહોંચી જાય તો ક્યાંક તો વળી દર્દી બેડ પર સુતો હોય અને બેડ નીચે બે થી ચાર શ્વાન પણ આરામ ફરમાવતા હોય છે.100 થી વધુ સિક્યોરિટી ગાર્ડ હોવા છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. હવે આટલુ બધો આ હોસ્પિટલમાં વિવાદ થયો છતા હોસ્પિટલ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યુ છે. સૌથી મોટો સવાલ એ છે કે આ જીજી હોસ્પિટલમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ હોવા છતા તંત્રના પેટનું પાણી નથી હલતું.  અનેકવાર વિવાદમાં આવવા છતા હોસ્પિટલ તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોતુ રહે છે.

Download Our B K News Today App



Related News