ગઢ ખાતે આવેલી ચેરીટેબલ હોસ્પિટલમાં શરૂ થયેલ નિઃશુલ્ક સારવાર સેવાની જિલ્લા પંચાયત સદસ્યે મુલાકાત લઇને સમીક્ષા કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 12:07:27
  • Views : 255
  • Modified Date : 2021-05-01 12:07:27

      પાલનપુર તાલુકાના ગઢ ખાતે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા છેલ્લા 100 વર્ષ થી કાર્યરત  ગઢ વિસ્તારના લોકો માટે રણ માં મીઠી વીરડી સમાન  જેઠાલાલ નાનચંદ ચેરીટેબલ હોસ્પિટલમાં કોરોના ના કપરા કાળમાં ગઢ વિસ્તારના લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટના તમામ જૈનશ્રેષ્ઠી સમક્ષ ગઢ સરપંચ તેમજ ગામના આગેવાનો અને સેવભાવિ લોકો દ્વારા રજુઆત કરતા હોસ્પિટલના વહીવટદાર દ્વારા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ જોડે ચર્ચા કરી ને હોસ્પિટલને આવા કપરા સંજોગોમાં લોકોની સારવાર કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે મંજૂરી આપતા ગઢ સરપંચ વસંતભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયતના ગઢ સીટના સદસ્યા કમુબેન અંબાણી દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ગઢ વિસ્તારના લોકો માટે સારવાર મળી રહે અને લોકોને ખાનગી હોસ્પિટલોમાં વધુ નાણાં ના ખર્ચવા ના પડે તે માટે મેડિકલ ઓફિસર અને સ્ટાફ ની માગણી કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન ધોરણે એક મેડિકલ ઓફિસર ડો.રાકેશ મોઢ ને ફાળવી અને વધારનો સ્ટાફ ફાળવી ચેરીટેબલ હોસ્પિટલ માં ઓપીડી શરૂ કરાવવામાં આવી હતી.

      જે છેલ્લા 5 દિવસ  શરૂ થતાં ગઢ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવી રહ્યા છે અને નિઃશુલ્ક સારવાર થતી હોઈ લોકો ને મોટી રાહત મળી છે એક બાજુ કોરોનાની મહામારી માં ધંધા રોજગાર પડી ભાગ્યા છે ત્યારે લોકોને મેડીકલ સેવા નિઃશુલ્ક મળતા લોકોને મોટી રાહત મળી છે 5 દિવસ થી ચાલતી ઓપીડી સેવાની સમીક્ષા કરવા આજે ગઢ જિલ્લા પંચાયતસીટ ના સદસ્ય કમુબેન અંબાણી રૂબરૂ મુલાકાત લીધી હતી અને સારવાર લઇ રહેલા લોકો ને મળી તમની સાથે વાતચીત કરી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી સાથે સાથે  હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ તેમજ જિલ્લાવહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને મેડિકલ સેવાને લઈને અન્ય કોઈ જરૂરિયાત હોય તો તે પુરી કરવાની ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News