ગીતા રબારીની કાલે PM સાથે અને આજે ગાંધીનગરમાં વધુ એક મુલાકાતથી થવા લાગી આ ચર્ચાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 18:20:33
  • Views : 672
  • Modified Date : 2019-07-10 18:20:33

ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનાં રાજકારણ તરફ પગરણનાં ગણગણાટ સંભળાઇ રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ગીતા રબારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી. એક ગીત હિટ થતા જ ગીતા રબારીએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં શુભાશિશ મેળવ્યા. ગુજરાતનાં યુવાનોમાં ગીતા રબારી સૌથી વધુ લોકપ્રિય ચહેરો કહેવાય છે.ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી (Geeta rabari) નાં રાજકારણ તરફ પગરણનાં ગણગણાટ સંભળાઇ રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi) ને મળ્યા બાદ ગીતા રબારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay rupani) સાથે પણ મુલાકાત કરી. એક ગીત હિટ થતા જ ગીતા રબારીએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં શુભાશિશ મેળવ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં ગીતા રબારીએ શહેરોને આકર્ષતા લોકગીતોથી ખૂબ લોકપ્રિયતા મેળવી છે. ગુજરાતનાં યુવાનોમાં ગીતા રબારી સૌથી વધુ લોકપ્રિય ચહેરો કહેવાય છે. લોકપ્રિયતા, સાદગી અને સરળતા માટે ગીતા રબારી ખૂબ જાણીતા છે.તમને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા રોણા શેરમાં ગીતને યૂટ્યુબમાં 25 કરોડ વ્યુ મળતા ગીતા રબારીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે પીએમ મોદી પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. ગીતા રબારીએ પોતાના ગીત 'રોણા શહેરમાં...'ને યૂટયુબમાં 25 કરોડ વ્યુ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમનાં આશીર્વાદ લીધા હતા. ત્યારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ ગીતા રબારીએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમનાં પણ શુભાશિશ મેળવ્યાં.પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ગીતા રબારીએ જણાવ્યું હતું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મારી સૌ પ્રથમ મુલાકાત જ્યારે હું નાની હતી ત્યારે થઇ હતી. પીએમ મોદીએ એ સમયે 250 રૂપિયાનું ઇનામ આપ્યું હતું અને કહ્યું હતું કે વધારે પ્રેકટીસ કરો. અમે માલધારી લોકો છીએ જે જંગલમાં રહીએ છીએ. 'બેટી બચાવો, બેટી પઢાવો'નું પોસ્ટકાર્ડ મારા પિતાજીને મળ્યું હતું, જેના કારણે તેમણે મને સ્કૂલમાં ભણવા મોકલી હતી.'

Download Our B K News Today App



Related News