થરાદ વિસ્તારમાં ભૂજ રેન્જની કાર્યવાહી ગાડીમાં ભરી કતલખાનામાં લઈ જવાતા પપ ઘેટાં-બકરાં બચાવાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:44:24
  • Views : 373
  • Modified Date : 2020-11-28 11:44:24

આર.આર.સેલ સરહદી રેન્જ ભૂજના પો.ઇન્સ એ.ડી.સુથાર  તથા
પો.સબ.ઇન્સ  જે એમ જાડેજા નાઓના માર્ગર્દશન હેઠળ એ એસ.આઇ.દિલાવરસિંહ, હેડ.કોન્સ ભૂરાજી થરાદ
પો.સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે બોલેરો પીકઅપ ગાડી નંબર જી.જે.૧૬
ટ ૪૦૫૧  માં કોઈપણ પાસ
પરમીટ વગર ઘેટા બકરાં નગ ૫૫ ખીચોખીચ કોઈ વ્યવસ્થા વગર ભરી આવતા તેઓને રોકી જેમાં  ગનીભાઇ કાસમભાઈ ધાચી (રહે.જેતડા તા.થરાદ હાલ.ડીસા), ઇરફાનભાઇ ઇદરીશભાઇ શેખ (રહે.મહંમદપુર ગવાડી ડીસા), જુમ્માભાઇ હમીરભાઇ મનસુરી (રહે.અમનપારક ડીસા) એ ઘેટા  બકરા નંગ ૫૫ કિં.રૂા. ૫૩૦૦૦ તથા ગાડી કિં.રૂા. ૨.૫૦.૦૦૦/- સાથે કુલ કિંમત રૂ.૩.૦૩.૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય તમામ વિરોધ થરાદ પો.સ્ટેશનમાં ગુજરાત પશુ સરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રુરતા અધિનિયમ મુજબ મુજબ થરાદ  પો.સ્ટે. લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News