ગાંધીનગર ખાતે ઉજ્જવલા યોજનામાં ૪૨,૭૫૪ને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:22:24
  • Views : 446
  • Modified Date : 2020-05-06 11:22:24

ગાંધીનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૪૨,૭૫૪ લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે , તેવું જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૭૫,૪૬૮ ગેસ કનેક્શન ધારાકો છે. જે પૈકી ૪૨,૭૫૪ લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. દરેક ઉજ્જવલા ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે કે વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરવામાં સહયોગ કરશો. જે. પેમેન્ટ આપના લીંક થયેલ બેંક ખાતામાં પહેલથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News