ડીસામાં ગેસનો બાટલો ફાટતા યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:15:35
  • Views : 1030
  • Modified Date : 2019-07-12 11:15:35

ડીસામાં આવેલ દિપક હોટલ પાસે યુવક દ્વારા સોડા બનાવતા ગેસનો બાટલો ફાટતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. તેની હાલત વધુ લથડતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
 આ બનાવની વિગત જોઈએ તો ડીસાની સેન્ટ ઝેવિયર્સ સામે રહેતા કિશોર રમેશભાઈ શર્મા તે સોડાની લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. કિશોર પોતાની લારી ડીસાની દિપક હોટલ ચારસ્તા પાસે ઉભી રાખી સોડા બનાવતો હતો.  
સોડા બનાવતા અચાનક ગેસનો બાટલો ફાટતા કિશોરને મોઢાના ભાગે ગંભીર રીતે ઘાયલ થતા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેની તબિયત વધુ લથડતા સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયો હતો. જ્યા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Download Our B K News Today App



Related News