અમીરગઢ તાલુકાના અંતરિયાળ અને સરહદી વિસ્તારના રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં ગેરરીતિ થતી હોવાની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:02:14
  • Views : 342
  • Modified Date : 2021-02-25 12:02:14

અમીરગઢ તાલુકો એ અંતરિયાળ અને સરહદી વિસ્તાર ગણાય છે અહીંયા મોટેભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે,  આ છેવાડાના લોકોને જીવન જરૂરિયાતની મૂળભૂત પાયાની સગવડો મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ હોંશિયાર કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીભગત થી મૂળ કામોમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે
તાજેતરમાં જૂની રોહ અને રબારીયા વચ્ચે કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ ચાલતું હોવાથી આજ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા અમીરગઢ જિલ્લા સદસ્ય દ્વારા પોતાના લેટર પેડ ઉપર લેખિતમાં રજુઆત કરાઈ હોવા છતાં આ બાબતે કોઈજ કાર્યવાહી ન થતાં આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર ત્રણથી ચાર નદીઓ વચ્ચે ઘેરાયેલો છે. ચોમાસા દરમિયાન અહીંની નદીઓમાં ઘણા લોકો તણાઈ જવાના બનાવો પણ બનવા
પામ્યા છે જે બાબતની ઘટનાઓને ધ્યાને લઇ સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવી બ્રિજ બનાવવાનું કામ જે તે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે જે કામ એસ્ટીમેન્ટ પ્રમાણે ન થતું હોવાથી લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પાડોશી રાજ્ય રાજસ્થાન ને જાેડતો માર્ગ છે અને અહીંથી દિવસ રાત દરમિયાન મોટી સંખ્યા માં વાહનોની અવર જવર થતી રહે છે તો બીજી બાજુ અમીરગઢ વિસ્તાર માં લીઝની કોઈ ને પણ પરમિશન નથી આપેલી છતાં આવા મોટા મોટા ટેન્ડરવાળા કામોમાં બાજુની નદી ઓ માંથી રેતીની મોટાપાયે ખનીજ ચોરી કરી ને સરકાર ને પણ મોટું નુકસાન કરવામાં આવી રયુ છે,  હવે જાેવાનું એ રહ્યું કે આવા હલકી ગુણવત્તા વાળા ચાલતા બ્રિજ ના કામની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ ..? તો બીજી બાજુ ખાણ ખનીજ વિભાગ ના અધિકારી ઓ દ્વારા રોયલ્ટી ની થતી ચોરી ને અટકાવવામાં આવશે કેમ એ બાબત લોકોમાં ચર્ચનો વિષય બની છે.

Download Our B K News Today App



Related News