હું બેઠો છું... દુકાન ઠોકી દો ઃ મનપા અધિકારી ? મીનાબજારમાં ગેરકાયદેસર દુકાનો ચણી દેવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-06 11:50:15
  • Views : 520
  • Modified Date : 2020-11-06 11:50:15

ગુજરાત રાજ્યમાં ૨૪ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે કાયદો, વ્યવસ્થામાં ગુજરાત જેવું કોઈ નહીં અત્યારે બેન દિકરી પણ અડધી રાત્રે નીકળે તો પણ ચિંતા નહીં. મનપાના તાબા હેઠળના અધિકારી પોતે વેપારીને સ્પષ્ટ સૂચના આપે છે કે ત્રણ દિવસની સરકારી રજા અને શનિ રવિની રજામાં ચણી નાંખો. હું બેઠો છું ત્યારે ભ્રષ્ટાચારીઓ અને ભૂમાફિયા એવા દુકાન માફિયાઓ સામે કડક હાથે અને વિધાનસભા સત્રમાં જે કાયદો
પસાર થયો તે મુજબનો ગુનોદાખલ કરવાની માંગ ઊગ્ર બનવા લાગી છે. ત્યારે ખરેખર તો પાકા પાયે કામ કરનારા અને વેપારીઓ સાથે સેટીંગ ડોટ કોમ કરનારા અધિકારી સામે પ્રથમ ગુનો દાખલ થવો જાેઈએ તેવી માંગ ઊઠી છે.
ગાંધીનરગમાં અત્યારે જમીનો, દુકાનોના ભાવ આસમાને ગયા છે ત્યારે હવે સરકાર હસ્તકની દુકાનોમાં
વેપારીઓનો ગેરકાયદે કબજાે વેપારીઓને તંત્ર કે સરકારનો કોઈ ખોફ નથી,  કારણ મનપાના એક અધિકારી સાથે છે એટલે ? સરકાર દ્વારા ભૂમાફિયાઓ,  દુકાનો, સરકારી જગ્યાઓ
પચાવી પાડતા તત્વો સામે કડક હાથે કામ લેવા વિધાનસભામાં નવો ખરડો પણ લાવવામાં આવ્યો છે. ત્યારે સરકારી જગ્યામાં અને સરકારી હસ્તકની દુકાનોમાં ભૂમાફિયાઓ પછી દુકાન વેપારીઓ માફિયાઓએ શટરો નાંખીને બે દિવાલ ચણીને દુકાનોમાં ઘૂસી ગયા છે અને ઘણી દુકાનો પાંચ હજારથી ભાડે પણ આપી દીધી છે.
ત્યારે સૌપ્રથમ આ ભ્રષ્ટાચારને વેગ આપવા અને કાયદાનો ભંગ કરવા સાથે હપ્તાખોરી કરનાર એક અધિકારીની મીનાબજાર તળે ગેરકાયદે દુકાનોના રાફડા ફાટ્યા છે. ગાંધીનગર શહેરમાં સૌથી વધારે પ્રચલિત મીનાબજારમાં સરકાર હસ્તક અને વિવાદમાં રહેલી દુકાનોમાં વેપારીઓ બેફામ બનીને રાતોરાત દુકાનોના શટરો અને દિવાલો બનાવીને ઘૂસી ગયા છે. આવન જાવન કરવા માટેની ફૂટપાથો ઉપર જાણે ફૂટપાથ હોય જ નહી તેમ
ફૂટપાથો ઉપર વેપારીઓએ દબાણ કરી દીધું છે ત્યારે સૌથી અગત્યની વાત જેમાં મીના બજાર, પથિકાશ્રમ, સેક્ટર-૬, સેક્ટર-૨૮ ગાર્ડન, સેક્ટર-૧૭, ૨૪ ખાતે જે નાના વેપારીઓને દુકાનો આપી છે તેમાં જે લોકોને ડ્રો લાગેલા છે તે ભાડા ભરે છે
પણ ઘમી દુકાનો વાદ વિવાદમાં અને અમુક કારણોસર સરકાર હસ્તક છે તેમાં ઘણી દુકાનોના મામલે કોર્ટ મેટર પણ ચાલી રહી છે. અનેક દુકાનદારો સાથે ગમે તે સેટીંગ હોય તેમ ચણી નાંખો હું બેઠો છું તેમ ગેરકાયદે દુકાનો ચણી દેવામાં આવી છે ત્યારે મનપાના કમિશનર, મેયર, કેમ ચૂપ છે. ? આ અધિકારીઓ
ઉપર કાર્યવાહી જાે કરવામાં આવે તો વેપારીઓ કરતાં મોટું સેટીંગ ડોટ કોમ કરનારા આ અધિકારી સામે કાર્યવાહી થવી જાેઈએ. ચણી લો હું બેઠો છું તેવો
વેપારીઓને આશરો અને મદદ થતા મનપાના આ અધિકારી કોણ છે ? ત્યારે કટકી બજારમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી ભાગ ધરાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવીને તપાસ કરાવીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવી જાેઈએ.

Download Our B K News Today App



Related News