શાકમાર્કેટમાં મહાપાલિકાના સત્તાધિશોએ ગેરકાયદે દુકાન મુકી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:50:15
  • Views : 321
  • Modified Date : 2021-01-13 11:50:15

શહેરના સેક્ટર ૨૧ શાકમાર્કેટમાં લારીગલ્લા ધારકોને નંબર આપીને ગલ્લાની જગ્યા આપવામાં આવી છે.
પરંતુ ત્યારબાદ અન્ય કોઇ લારીગલ્લા ધારકને અંદર ગલ્લો મુકવાની સખ્ત મનાઇ છે. પરંતુ ગાંધીનગર મહાપાલિકાના સત્તાધિશો દ્વારા સખી મંડળના નામે એક ગલ્લો મુકવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ત્યારે શાકમાર્કેટમાં રહેલા વેપારીઓમાં આ બાબતે છુપો રોષ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ સત્તાધિશો સખી મંડળના નામે માલ ઉતારી રહ્યા હોવાની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે.
સેક્ટર ૨૧ સહિત શહેરના અન્ય સેક્ટરમાં દબાણ કરીને લારી ગલ્લા મુકી વેપારીઓ
વેપાર કરી રહ્યા છે. પરંતુ સમયાંતરે મહાપાલિકા દ્વારા દબાણની કામગીરી કરવામાં આવે તો તે હટાવી લેવામા આવે છે. પરંતુ મહાપાલિકા દ્વારા જ શહેરના સેક્ટર ૨૧માં આવેલા શાકમાર્કેટમાં દબાણ ઉભું કરાયું છે. શાકમાર્કેટમાં પ્રમાણિત લોકો જ ગલ્લો રાખી શકે છે, જે કાયદેસર ગણવામાં આવે છે. ત્યારે મહાપાલિકા દ્વારા સખી મંડળને એક કેબીનની વ્યવસ્થા કરી આપી છે. જેની પાછળ ચૂંટાયેલા અને કહેવાતા શહેરના નગરસેવકનો હાથ છે તેવી ચર્ચા ચાલી રહી છે.
શાકમાર્કેટમાં કેબીન કેવી રીતે મુકવામાં આવ્યું આ બાબતે દબાણ શાખાના અધિકારીએ કહ્યંુ હતું કે મારી કામગીરીમાં આવતું નથી, તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા. જ્યારે અન્ય કોઇ અધિકારી આ બાબતે મગનુ નામ મરી પાડવા તૈયાર થયા ન હતા. એનો મતલબ સાફ છે કે, પાલિકાના સત્તાધિશોની અમી દ્વષ્ટીના કારણે આ દબાણ ઉભું કરવામાં આવ્યુ છે.

Download Our B K News Today App



Related News