સુઇગામ તાલુકાના મેઘપુરા ગામે જાહેર કોમ્યુનિટી હોલનો ડેરીમાં ઉપયોગ કરીને ગેરઉપયોગ થવા લાગ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-15 12:09:07
  • Views : 687
  • Modified Date : 2020-03-15 12:09:07

સુઇગામ તાલુકાના 
મેઘપુરા ગામમાં જાહેર ઉપયોગ માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો. ગામના દરેક તહેવારોમાં  જાહેર લોકો અને ગામના રહેવાસી
ઉપયોગ કરતા હતા. પરંતુ ગામના સરપંચ અને ડેરીના મંત્રીની મિલીભગતથી
કોમ્યુનિટી હોલનો ડેરીના કામ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ તે થોડા સમય માટે હતો. એટલે ગામના લોકોએ કોઇ કાર્યવાહી કરી ન હતી.  આજે બે દિવસથી ડેરીમાં તોડફોડ કરી ડેરીમાં નવા દરવાજા મૂકી અને ડેરીનું મોટુ ટેંક કમિટી હોલ ગોઠવવામાં આવ્યું હતું. આથી ગામના લોકો  એને ગામના  જાગૃત નાગરીક અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા જિલ્લામાં દરેક જગ્યાએ અરજી કરવામાં  આવી કે કોમ્યુનિટી હોલ ગામના વ્યક્તિઓ માટે છે. લોકોના વાપરવા માટે છે. સરકારે બનાવ્યો છે પરંતુ આ સરપંચની મિલીભગતથી ડેરીના ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કલેકટર બનાસકાંઠા સુઈગામ નાયબ કલેકટર તેમજ વિવિધ જગ્યાએ અરજી કરવામાં આવી છે. ત્યારે તાત્કાલિક  અટકાવવામાં આવે અને ડેરીની જગ્યાએ કોમ્યુનિટી હોલનો
ઉપયોગ થાય તે માટે અરજી કરવામાં આવી છે. લોકોને ડરાવીને આ  ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News