કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો અંગે 'જીનોમ સ્ટડી' કરાશે, UKથી આવેલા CM રૂપાણીના પુત્રી અને જમાઈએ RT-PCR ટેસ્ટ કરાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 15:29:34
  • Views : 299
  • Modified Date : 2020-12-28 15:29:34

    કોરોનાના નવા પ્રકારના સ્ટ્રેનને લીધે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે.યુકે,યુરોપના દેશોમાં આ નવા પ્રકારનો સ્ટ્રેઇ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. યુકે,યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલાં કુલ 1720 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયાં છે જે પૈકી 11 મુસાફરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા અને જમાઇ નિમિત્ત ઉપરાંત પૌત્ર શૌર્ય પણ યુકેથી ગુજરાત આવ્યાં છે ત્યારે તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

    ગુજરાતમાં જ યુકે.યુરોપના દેશોમાંથી આવેલાં મુસાફરોને શોધીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. તા.25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુકે,યુરોપના દેશોમાંથી 572 મુસાફરો આવ્યા હતાં તે પેકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી 1148 મુસાફરો આ દેશોમાંથી ગુજરાત આવ્યા હતાં જેમાં 11 વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ હોવાનુ નિદાન થયુ હતું. અમદાવાદમાં 4 , વડોદરામાં 2, આણંદમાં 2 , ભરૂચમાં 2 અને વલસાડમાં 1 વ્યક્તિના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. આ બધાય દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

    આ તમામ દર્દીઓમાં કોરોનાના વાયરસના નવા સ્ટ્રેઇનના લક્ષણો છે કે કેમ તે અંગેની સંપૂર્ણ તપાસ માટે સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી ઉપરાંત ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે. 10 દિવસના અંતે સેમ્પલના રિપોર્ટ આવશે. રિપોર્ટ આવ્યા બાદ સારવારની વ્યવસૃથાને લઇને સરકાર વધુ તકેદારી લેશે.આમ, યુકે.યુરોપના દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેને દેખા દેતા ગુજરાત સરકાર સજાગ બની છે.


Download Our B K News Today App



Related News