કુંવારી છોકરીઓને લઇને સમાજે જે પહેલ કરી તેને મારું સમર્થન : ગેનીબેન ઠાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-16 16:51:32
  • Views : 763
  • Modified Date : 2019-07-16 16:51:32

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી છોકરા છોકરીઓ બીજી કાસ્ટમાં પ્રેમ લગ્ન થવાના કિસ્સો વધી રહ્યા છે. ત્યારે દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

ક્ષત્રિય ઠાકોર સમાજના અને વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે આ નિર્ણયોમાંથી કેટલાક નિર્ણયને સમર્થન આપ્યું છે. ગેની ઠાકોરે કુંવારી છોકરીઓના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે દીકરીઓ મોબાઇલ રાખ્યા વગર અભ્યાસ કરે તેમાં ખોટું કઈ નથી.

ગેની ઠાકોરે આ મુદ્દે જણાવ્યું, દાંતીવાડા તાલુકાના 12 ગામોએ સમાજ સુધારાના ભાગરૂપે જે પહેલ કરી તેમાં અમુક મુદ્દામાં મારું સમર્થન છે. ટેકનોલોજીના જમાનામાં દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી કે 18 વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરે તેમાં કઈ ખોટું નથી. હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. ગરીબ સમાજના દિકરા-દીકરીઓના અભ્યાસ માટે રૂપિયા 1900 કરોડનું બજેટ હોય ત્યારે આવા બંધારણો ન થાય તો શું થાય.

તમને જણાવી દઇએ કે, દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમો બનાવ્યા છે. દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કરેલા પ્રતિબંધ પ્રમાણે, જે દીકરી કોઈની સાથે જતી રહે તેમાં પિતાને 1.50 લાખ જ્યારે દીકરાના પિતાને 2 લાખનો દંડ ફરજિયાત ભરવા સહિત કેટલાક આવકારદાયક નિર્ણયો લઈ 9 મુદ્દાનુ બંધારણ બનાવ્યું છે.

દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક કાયદાઓ બનાવવામાં આવ્યાં હતાં. જેમાં તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા, મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં જેવા અનેક નિયમો બનાવ્યા હતા.

Download Our B K News Today App



Related News