ડીસા નગરપાલિકાની સામાન્ય સભા વિકાસના કામોની ચર્ચા વગર જ પાંચ મિનિટમાં પૂર્ણ : પાલિકામાં શાસક પક્ષ અને ભાજપ સંગઠન વચ્ચે ચાલતા આંતરિક ડખા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-07 12:10:10
  • Views : 287
  • Modified Date : 2022-08-07 12:10:10

 

 ડીસા નગરપાલિકાના ભાજપના શાસકો વચ્ચે ચાલતા આંતરિક  વિખવાદના કારણે બીમારીનું કારણ ધરી પ્રમુખ રજા ઉપર ઉતરી જતા મળેલી સામાન્ય સભા કોઈપણ પ્રકારના વિકાસના કામોની ચર્ચા વગર માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ કરી વિપક્ષી સભ્ય સહિત શાસક પક્ષના કેટલાક સભ્યો માં પણ રોષ જોવા મળ્યો હતો.

 

 ડીસા નગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે જેમાં ઘણા લાંબા સમયથી ભાજપમાં આંતરિક જૂથ બંધીના કારણે અનેક વિકાસના કામો થઈ શકયા નથી. જેનુંએક ઉદાહરણ ડીસા શહેરમાં બનેલ નાનાજી દેશમુખ બાગ છે. જે ભાજપના શાસકોના આંતરિક ડખાના કારણે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આજે વેરાન બની ગયો છે. ત્યારે હજુ પણ શાસકોમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોય હાલમાં જ ડીસા નગરપાલિકાના પ્રમુખ બીમારીનું કારણ ધરી રજા ઉપર ઉતરી ગયા હોવાની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે. ત્યારે ડીસા નગરપાલિકામાં મળેલી સામાન્ય સભા માત્ર વંદે માતરમ નું ગીત ગઈ પાંચ મિનિટમાં પૂરી કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ ચોમાસાના વાતાવરણના લીધે રોગચાળો ફેલાયેલો છે, વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયેલા છે ત્યારે આવા તાકીદના કામોની ચર્ચા કરવાની જગ્યાએ તેમજ વિપક્ષી સભ્યોની કોઈ પણ રજૂઆત સાંભળ્યા સિવાય પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે બે મિનિટમાં બોર્ડ પુરુ કરી દેતા વિપક્ષી સભ્ય સહિત નગરજનો માં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.

ડીસા પાલિકાના વિપક્ષના નેતા ડો.ભાવિબેન સાહે જણાવ્યું હતું કે, ભાજપના શાસકો તેમના આંતરિક વિખવાદ માંથી બહાર આવતા નથી અને શહેરનો વિકાસ ખાડે ગયો છે. બોર્ડમાં વિપક્ષને બોલવાની પણ તક આપવામાં આવતી નથી અને કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી.ભ્રષ્ટાચારમાં ડૂબેલા શાસકો અત્યારે ચોમાસામાં રોડ રસ્તા ના કામો, રોગચાળો જેવી મહત્વની ચર્ચા કરવા પણ તૈયાર નથી.

Download Our B K News Today App



Related News