ચોમાસામાં વાવ જી.ઇ.બી.ના ધાંધિયા ખેડૂતો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 11:36:18
  • Views : 496
  • Modified Date : 2019-09-04 11:36:18

વાવ તાલુકાના ધરાધરા ગામના ખેડૂતોને બોરની લાઈન વારંવાર ફોલ્ટમાં જતા વીજ
પુરવઠો  પૂરતો ના મળતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. ધરાધરા ગામના ખેડૂતોએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ઇલેક્ટ્રોનિક કંપની વડોદરાને લેખિત રજૂઆત કરી હતી. જેમાં ૧૧ કે વી ધરાધરા ફીડરના ગ્રાહકોને વાંરવાર
પૂરતો પાવર મળતો નથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.  ચોમાસામાં વારંવાર ફિલ્ડર ફોલ્ટ  થાય છે બે થી ત્રણ દિવસે પાછી લાઈન ચાલુ થાય છે. વળી ચોમાસામાં સામાન્ય વરસાદ આવે એટલે પાછી લાઈટ ડુલ થાય છે તેના કારણે ફિલ્ડરનું મેન ટેપીંગ કાપીને મૂકી દેવામાં આવે છે. જેમાં બીલનો એક દિવસ ભરવાનો સમય વીતી જાય તો ખેડૂતને દંડ ફટકારવામાં આવે ત્યારે બે-બે દિવસ લાઈટ નથી. આવતી તેમાં કોની જવાબદારી અત્યારે ચોમાસુ ઋતુમાં ભારે મચ્છરનો પણ ખેતરોમાં ત્રાસ છે તેના લીધે બાળકો પણ બીમારીમાં સંપડાયા છે.
ધરાધરા ફીડરમાં તીર્થગામ સબ સ્ટેશનમાંથી લાઈટ આવે છે અને લાઈનમાં ૩૩૯ ખેડૂતોને વીજ કનેકશન આપેલ છે. સૌથી વધુ કનેકશન ધરાવતું ફીડર છે અને લાઈન પણ બહુ લાંબી હોવાથી વારંવાર ફોલ્ટમાં જાય છે. અત્યારે ચોમાસામાં પણ થાંભલા ઉપર ચોમાસામાં ઉગતા વેલા પણ  ડીપી અને વાયર
ઉપર ચડી ગયા છે.
વાવના ધરાધરા ગામમાં છાસવારે લાઈટ વરસાદના કારણે જતી રહે છે  તેના કારણે જી.ઇ.બી. ના કર્મચારીઓ રીપેરિંગની જગ્યાએ જ્યાં ફોલ્ટ થાય ત્યાં શોધવાના બદલે ટેપીગ કાપી જતા રહે અને તેમની લાઇન ફક્ત ચાલુ રહે તેવું ઉચ્ચ કક્ષાએ દેખાય તેવું કામ કરી રહ્યા છે.
ખેડૂતોને જો રેગ્યુલર લાઈટ મળતી હોય તો ખેડૂતોને શા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડે.
ઉચ્ચ કક્ષાએથી ઓગસ્ટ મહિનામાંનો રીપોર્ટ મંગાવતા ફક્ત એકજ માસમાં ૫ વખત લોડીગ અને ૭ વખત ફોલ્ટ થઈ હોવાનો રિપોર્ટ કર્યો હતો તેમને બચાવવા માટે વાવના ધરાધરા ફિલ્ડરમાં બે-બે દિવસ લાઈટ નથી આવતી. તેવુ ખેડૂતોએ જણાવ્યું હતું.
વેલાના કારણે કોઈ મોટી જાનહાની થાય તેના પહેલાં
રિપેરિંગ થાય, રેગ્યુલર લાઈટ મળી રહે તેવી માંગ કરી છે.

Download Our B K News Today App



Related News