ડીસા ખાતે આવેલ બી.આર.સી ભવનમાં Gcert અને ડાયટ પ્રેરિત તાલુકા લેવલની કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:05:00
  • Views : 239
  • Modified Date : 2021-10-20 12:05:00

ડીસા ખાતે આવેલ બી.આર.સી ભવનમાં Gcert અને ડાયટ પ્રેરિત તાલુકા લેવલની કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાયા હતા. સ્પર્ધામાં અલગ અલગ કુલ 318 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો. ડીસામાં બી.આર.સી ભવન ખાતે  સૌપ્રથમ  સ્કૂલ લેવલે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિજેતાઓને સી આર સી લેવલ માં પસંદગી કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ CRC ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી  પ્રથમ ક્રમાંક ના વિજેતાઓ આજરોજ તાલુકા કક્ષા  લેવલની સ્પર્ધામાં ભાગ માટે નોમિનેટ થયા હતા. જેમાં કુલ ૩૨ ક્લસ્ટરના 120 જેટલા  વિદ્યાર્થીઓનો આજ રોજ કાર્યક્રમ યોજાયો હતો.જેમા નિબંધ સ્પર્ધા, કાવ્યગાન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરેક સ્પર્ધામા પહેલો બીજો અને ત્રીજો એવા ત્રણ ક્રમાંક આપવામાં આવ્યા હતા.દરેક વિદ્યાર્થી ને સર્ટિફિકેટ તેમજ રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ મા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડીસા , TPEO શ્રી ડીસા , બીઆરસી કો ડીસા હાજર રહ્યા હતાં..નિર્ણાયક શ્રી , રજીસ્ટ્રેશન કામગીરી મા એચ ટાટ આચાર્ય અને CRC co સંભાળી હતી.. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અલ્પેશ પ્રજાપતિ મારફત કરાયું..

Download Our B K News Today App



Related News