ગઝલકારના મઝલૂમના નવા પુસ્તક જૂગનુ વિમોચન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 12:50:15
  • Views : 389
  • Modified Date : 2019-10-21 14:27:51

સિધ્ધપુર તાલુકાના ગણવાડાના વતની નિવૃત પોલીસ અધિકારી અને ક્રાંતિકારી ખેડૂત તેમજ 38000 કરતાં પણ વધારે ગઝલ, શાયરી, મુકતક, ભજન અને કાવ્યોના રચયિતા સિધ્ધપુરને સાહિત્યની દુનિયામાં ગૌરવવંતુ કરનારા સાહિત્યકાર ગઝલકાર ડી એસ સૈયદ "મઝલૂમ"ના નવા પુસ્તક "જૂગનુ"નું રવિવારે સિધ્ધપુર બિંદુસરોવર પાસે આવેલ નિરમા અતિથી ગૃહ હૉલ ખાતે સિધ્ધપુર સિનીયર જુનિયર સિટીઝન સંગઠનના પદાધિકારીઓ, સાહિત્ય વર્તુળના સભ્યો અને જાણીતા સાહિત્યકારો, કવિઓની ઉપસ્થિતીમાં વિમોચન કર્યું હતુ. જેમાં વશરામભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ખમાર, યુવા કવિ ચિરાગભાઈ પાધ્યા, નિવૃત્ત મામલતદાર અને સાહિત્ય રસિક અરૂણભાઈ પાધ્યા, હરેશભાઈ ઠાકર (મોદી), યોગેશભાઈ ઠાકર, ગોવિંદભાઈ દરજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News