ડીસા ગાયત્રી શક્તિપીઠ પર ચૈત્ર નવરાત્રિ અને રામનવમી પર્વ ઉમળેકાભેર સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:37:52
  • Views : 487
  • Modified Date : 2019-04-15 06:37:52

ગાયત્રી પરિવારનો આધારભૂત સ્તંભ સાધના છે. ગાયત્રી પરિવાર પોતાની દૈનિક જીવનશૈલીમાં ‘‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’’ના સૂત્રની સાથે સાધનાને વિશેષ પ્રાધાન્ય આપે છે, જેમાં શક્તિ સાધનાના પર્વ એવા આસો અને ચૈત્ર એમ બંને નવરાત્રિમાં તો વિશેષ અનુષ્ઠાન અને જપ-તપ કરે છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિ પર્વ પર ગાયત્રી
પરિવાર ડીસા દ્વારા શક્તિપીઠ પર સામૂહિક અનુષ્ઠાન, ધ્યાન વિગરેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રાતઃ ૪-૦૦ કલાકથી સાંજે ૮-૦૦ સુધી શક્તિપીઠના સાધનાખંડમાં અનેક સાધકો અને પરિજનોએ લાભ લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે માત્ર ચૈત્ર નવરાત્રિમાં નોંધાયેલ સાધકોની વિગતો પ્રમાણે આ સાધના પર્વના આ નવદિવસમાં જ લગભગ ૪૧.૦૦લાખ ગાયત્રી મંત્રના જપ થયા હતાં અને ૧.૯૮લાખ ગાયત્રી મંત્રલેખન થયું હતું તથા ૨૧૫૦ ગાયત્રી ચાલીસા પાઠ થયા હતાં. નવરાત્રિના છેલ્લાં દિવસે એટલે કે રામનવમી દિવસે અનુષ્ઠાનની નવકૂંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે પૂર્ણાહૂતિ ગોઠવવામાં આવી હતી. જેમાં અસંખ્ય સાધકોએ આહુતિઓ આપી અને અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ કરી હતી. ઉપરાંત ભગવાન શ્રીરામચંદ્રનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ તથા રામપંચાયતનું વિશેષ પૂરુષોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ પર સંગીત સાથે ભજન, કિર્તન, રામધૂન અને મહાઆરતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અસંખ્ય ધર્મપ્રેમી જનતાએ તેનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ સાધકો માટે પ્રીતિભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.  પ્રીતિભોજનમાં ખીચડી, શાક, કઢી અને ખીરનો પ્રસાદ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રીતિભોજનનું આયોજન છેલ્લા ૪૦ વર્ષથી બંને નવરાત્રિની પૂર્ણાહૂતિના દિવસે ગોઠવવામાં આવે છે, જેમાં સાધકો હોંશે હોંશે લાભ લઈને અનુષ્ઠાન પૂર્ણ કરે છે.
 

Download Our B K News Today App



Related News