ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે મહાન પર્વની ઉત્સાહભેર ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 12:40:30
  • Views : 438
  • Modified Date : 2019-06-13 12:40:30

ભારતીય સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસની બે ઘટનાઓની સાક્ષી છે – એક, ગાયત્રી ચેતનાનું અવતરણ અને બીજુ, ગંગાઅવતરણ. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર અને રાજર્ષિ ભગીરથના પ્રયાસોથી તે દિવસે બંનેનું અવતરણ થયું. ગાયત્રી મહામંત્રથી ભારતની વિચારશીલતા, જ્ઞાનની ગરિમા તથા જ્ઞાનની મહત્તાનો પરિચય મળે છે. ગંગા શબ્દથી ભારતની પવિત્ર સંસ્કૃતિનો પરિચય મળે છે. આવી સદજ્ઞાન અને પવિત્રતાના પ્રતિકરૂપ ગાયત્રી અને ગંગાનો અવતરણનો દિવસ એટલે ગાયત્રી જયંતિ, ગંગા દશેરા. આ જ શુભ દિવસે પરમ પૂજ્ય ગુરૂદેવ યુગઋષિ શ્રીરામ શર્મા આચાર્યજીએ આજથી ૨૮ વર્ષ પહેલા સને ૧૯૯૦માં તેમને પૂર્વે જણાવ્યાનુસાર સ્થુળ દેહનો ત્યાગ કરી સુક્ષ્મ શરીરમાં પ્રવેશ કરીને મહાપ્રયાણ કર્યુ હતું.સમગ્ર વિશ્વ આ ત્રિવેણી સંગમના મહાપર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે, ત્યારે ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે તા.૧૨ જૂન ૨૦૧૮ ના રોજ વિશેષ કાર્યક્રમ ઉજવાઇ ગયો. જેમા ડીસાની શ્રદ્ધાળુ જાહેર જનતા, સાધકો, પરિજનોએ ઉત્સાહપૂર્વક લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ગાયત્રી શક્તિપીઠ, ડીસા ખાતે પંચકૂંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં ડીસા શહેરની જાહેર જનતા અને કાર્યકર પરિજન ભાઇ-બહેનોએ આહુતિઓ પ્રદાન કરીને ધન્યતા અનુભવી હતી. પૂજ્ય ગુરૂદેવ જે સમયે મહાપ્રયાણ કર્યુ હતું તે જ સમયે એટલે કે સવારે ૮-૦૦ કલાકે યજમાનો, પરિજનોએ દિપક પ્રગટાવીને પૂજ્ય ગુરૂદેવને શ્રદ્ધાંજલી આપી હતી. ઉપરાંત પૂજ્ય ગુરૂદેવના સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સૌએ ધ્યાન કરી દિવ્ય ઉર્જા પ્રવાહનો લાભ લીધો હતો. આ ઉપરાંત વિવિધ સંસ્કારો પણ કરાવવામાં આવ્યા હતાં. બપોરે જનસંપર્ક અભિયાન ગોઠવવામાં આવ્યું હતું. સાંજે ૪-૩૦ થી ૫-૩૦ દરમ્યાન ડીસાના વિવિધ સોસાયટી અને મહોલ્લાઓમાં ‘‘ગંગા- ગાયત્રી- ગુરૂ’’ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે તે ક્ષેત્રના પરિજન ભાઇ-બહેનો દ્વારા આ કાર્યક્રમ પોતાના ક્ષેત્રમાં કરાવ્યો હતો.અહીં ઉલ્લેખનીય છે કે, શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાનમાં ‘‘ગૃહે ગૃહે ગાયત્રી 


Download Our B K News Today App



Related News