માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રની દ્વિતીય પાટોત્સવની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:59:00
  • Views : 432
  • Modified Date : 2019-04-28 11:59:00

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ ગાયત્રી સંસ્કાર કેન્દ્રનો દ્વિતીય પાટોત્સવનું આયોજન તા.૨૭ અને  ૨૮ એપ્રિલ ૨૦૧૯નું કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ભૈરવ ટેકરીથી ગાયત્રી સંસ્કાર કેન્દ્ર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગાયત્રી પરિવાર સહિત ગામના આગેવાનો વડીલો પણ જોડાયા હતા.  ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનોએ  શોભાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. ત્યારબાદ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર પર દીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ પર બે વર્ષ અગાઉ ગાયત્રી પરિવારના વિશ્વવિદ્યાલયના પ્રતિ કુલપતિ ડો. ચિનમ્ય  પંડ્‌યાના વરદહસ્તે ચરણ પીઠની સ્થાપના કરવામાં આવી હતી.  જેને લઈ દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. બે દિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સજલ અને પ્રખર પ્રજ્ઞાનું પૂજન તથા ગુરૂ ચરણપાદુકાનું પણ પૂજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના ૨૪ ગામોને લોકો પણ જોડાવાના છે. માલગઢ ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂદક્ષિણા કાર્યક્રમ અંતર્ગત પાંચ વર્ષ સુધી ૨૪ ગામોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે. જેને લઇ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર પર યોજાનારા આ કાર્યક્રમમાં ચોવીસ ગામોના લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ત્યારે તાલુકાના અન્ય લોકોને પણ આ કાર્યક્રમમાં લાભ લેવા ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.


Download Our B K News Today App



Related News