થરામાં ગાયનો પગ કાપી નાંખતા ફિટકારની લાગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:40:40
  • Views : 715
  • Modified Date : 2019-06-03 12:40:40

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા-ભાભર હાઇવે ઉપર તા.૦૧-૦૬-૨૦૧૯  ના રોજ સાંજના સુમારે વજેગઢ અને ભાવનગર વચ્ચે રોડ ઉપર બાઇક લઇને જતાં જીવદયાપ્રેમીને એક ગાય જોવા મળતા ગાયને ચેક કરતાં ગાયનો પાછળનો પગ કોઇક અજાણ્યા નરાધમોએ  તિક્ષ્ણ હથિયારના ધા મારી પગ કાપી નાંખતા જીવદયા પ્રેમીઓ દ્વારા થરા ગૌશાળાની એમ્બ્યુલન્સને જાણ કરતાં થરા ગૌ એમબ્યુલન્સ આવી પહોંચી હતી. ગાયને ક્રેન મારફતે ગૌસેવકો દ્વારા ગાયને સારવાર માટે થરાની
શ્રીકૃષ્ણ ગૌશાળામાં વધુ સારવાર માટે લાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સમગ્ર કાંકરેજ તાલુકામાં પગ કાપનારા વિધર્મી ઉપર લોકોનો તેમજ ગૌસેવકો અને જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી સાથે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી હતી. હાલ ગરમીનો પારો સતત વધતો જાય છે. તેમજ કાંકરેજ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. અબોલ પશુઓ માટે લોકો મદદરૂપ થવા માટે અનોખો અભિયાન ચલાવે છે. થોડા દિવસો પહેલા કાંકરેજ તાલુકાના ખોડા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલા ૩ વિઘા બાજરી ગાયોને ચરવા માટે આપી અને પુણ્યનું કામ કર્યું હતું. જ્યારે બીજી બાજુ તે જ તાલુકાના વિસ્તારમાં વિધર્મી એ ગાયનો પગ કાપી નાખતા ફિટકારની લાગણી સાથે રોષ દેખાયો હતો.અને આ વિધર્મીને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી હતી.

Download Our B K News Today App



Related News