પાટણ-ડીસા હાઇવે પર કોઈટા નજીક હેમાણીપુરા પાસે ડમ્પર ચાલકે અડધો કિલોમીટર ગાયને ખસેડતા ગાયનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:26:33
  • Views : 486
  • Modified Date : 2021-01-03 12:26:33

પાટણ-ડીસા હાઈવે પર કોઈટા નજીક ડમ્પર ચાલકે અડધો કિલોમીટર ગાયને ખસેડતા ગંભીર રીતે ગાય ઘાયલ થઈ હતી. અને થોડા સમય બાદ ગાયનું મૃત્યુ થયું હતું. જેથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જાેવા મળ્યો હતો.
ડીસા તરફથી આવી રહેલી ડમ્પર જીજે ૨૪ એક્સ ૯૪૦૦ નંબરના ચાલકે પુર ઝડપે હંકારી હેદરપુરા પાટીયા પાસે ગાયને અડફેટે લેતાં ગાય આગળના ભાગે ફસાઈ જતાં ગાયને બચાવવાં વાહનચાલકોએ અને રાહદારીઓએ બુમાબુમ કરતા છેવટે નાસી છુટવાના ઈરાદે અડધો કિલોમીટર ગાયને ઘસેડીને લાવી હતી. ગાયના
પીઠના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા થોડા સમય બાદ મૃત્યુ થતાં જીવદયાપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી. જેથી પત્રકાર બીપીનજી ઠાકોરે પશુ દવાખાના હેલ્પલાઈન નં.૧૯૬૨ કોલ કરતા નજીકના ખોડાણા પશુ દવાખાનાના ડો.અશોકભાઈ ચૌધરી આવીને ગાયની તપાસ કરતા ગાય ગંભીર રીતે ઘાયલ થવાથી ગાય મોતને ભેટી છે. ડમ્પરને વાગડોદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે બનાસની નદીની રેત ભરવા દોડતા ડમ્પરો હાઈવે પર પુર ઝડપે દોડે છે અને અવાર-નવાર મુંગા પશુઓ ભોગ બનતાં હોય છે જેથી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં અને જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News