વડગામના મેપડામાં કોઈ અજાણ્યા લોકોએ ચાલુ ડાલામાંથી ગાયને ફેંકી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 11:09:52
  • Views : 416
  • Modified Date : 2019-12-07 11:09:52

વડગામ તાલુકાના મેપડામાં કોઈ અજાણ્યા લોકોએ ચાલુ ડાલામાંથી ગાયને રોડની સાઈડમાં ફેંકી દીધી હતી.  આવા લોકોની પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી તેમની સામે
પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વડગામ તાલુકાના મેપડામાં રોડ પર ચાર પાંચ દિવસ અગાઉ કોઈક અજાણ્યા લોકો દ્વારા ચાલુ ડાલાએ ગાયને બહાર ફેંકી દીધી હતી અને જતા રહ્યા હતા .જેને લીધે ગાયના આગળના બંને
પગ ભાંગી ગયા છે અને ગંભીર હાલતમાં રોડની સાઈડમાં પડી છે. ત્યારે આજુબાજુ ખેતરના લોકોએ તેને પાણી અને ચારો નાંખે છે. અને જેને લીધે જીવદયા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.  ગાયને તાત્કાલિક સારવારની જરૂર છે. ત્યારે જીવદયા લોકોનું કહેવું છે પોલીસ દ્વારા આં અંગે યોગ્ય  તપાસ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ અંગે મેપડા સરપંચ રાકેશભાઈ પ્રજાપતિએ  પોલીસ દ્વારા સઘન તપાસ કરી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News