1 મહિનામાં 53% રિટર્ન આપનાર ગૌતમ અદાણીની કંપનીએ કરી મહત્વની જાહેરાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 08:50:55
  • Views : 66
  • Modified Date : 2023-12-27 08:50:55

અદાણી ગ્રુપની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીને મંગળવાર તારીખ 26 ડિસેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ પ્રેફરન્શિયલ ધોરણે વોરંટ ઇશ્યૂ કરશે. કંપનીએ મંગળવારે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. આ માહિતી જાહેર થયા બાદ તરત જ શેરમાં વધારો જોવા મળ્યો હતો.અદાણી ગ્રીન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રમોટર ગ્રુપને પ્રેફરન્શિયલ ધોરણે વોરંટ ઈશ્યુ કરીને 9,350 કરોડ એકત્ર કરવામાં આવશે. આ શેર દીઠ 1,480.75ના ભાવે ઈશ્યુ કરવામાં આવશે. કંપની આ ફંડનો ઉપયોગ તેની બેલેન્સ શીટને ડિલિવરેજ કરવા માટે કરશે.આ ઉપરાંત વૃદ્ધિના હેતુસર વર્ષ 2030 સુધીમાં 45 GW ની ક્ષમતા વિસ્તરણ માટે મૂડીપક્ષમાં વધારો કરશે. અદાણી ગ્રીનનો શેર મંગળવારે 5.48%ના વધારા સાથે 1617.05 પર બંધ થયો હતો.તાજેતરમાં કંપનીએ 8000 મેગાવોટ સોલાર પાવર માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર ખરીદી કરાર પૂર્ણ કર્યો છે. 22 ડિસેમ્બરે ડીલની જાહેરાત કરતા કંપનીએ જણાવ્યું હતું કે 1,799 મેગાવોટના સોલાર પાવર સપ્લાયનો છેલ્લો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ સાથે વર્ષ 2020 માં હાંસલ કરેલ 8,000 મેગાવોટનું ઉત્પાદન-લિંક્ડ સોલાર ટેન્ડર પૂર્ણ થયું છે.મંગળવારે આ સ્ટોક BSE પર 1,555 પ્રતિ શેરના સ્તરે ખૂલ્યો હતો. શેરમાં 3%નો વધારો જોવા મળ્યો હતો અને આ સ્ટોક પ્રતિ શેર 1632ના ઉપલા સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરમાં લગભગ 53%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે 6 મહિનામાં આ વધારો લગભગ 68% હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં લગભગ 14% નું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. શેરની 52-સપ્તાહની ઊંચી કિંમત 2,185 પ્રતિ શેર અને 52-સપ્તાહની નીચી 439.10 પ્રતિ શેર છે. શેર તાજેતરમાં સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. 

Download Our B K News Today App



Related News