બનાસકાંઠામાં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે : 500 કરોડની સહાય બાદ કોઈજ કાર્યવાહી કરી નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:06:16
  • Views : 238
  • Modified Date : 2022-06-30 11:06:16

બનાસકાંઠામાં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે : 500 કરોડની સહાય બાદ કોઈજ કાર્યવાહી કરી નથી

જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે.જે દાતા દ્વારા આવતા દાન પર નિર્ભર છે પરંતુ કોરોના કાલ માં દાંતા દ્વારા આવતું દાન માનવ સેવા તરફ જતા ગૌશાળા પાંજરાપોળ માં દાન ની આવક ઘટી હતી.તેમજ દિવસે ને દિવસે વધતી મોંઘવારી ના કારણે ઘાસચારામાં પણ ભાવ ડબલ થવા પામ્યા છે.તેમજ સરકારે તાજેતરમાં બજેટમાં ગુજરાતની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળામાં સહાય ની જાહેરાત કરતા જે થોડું ઘણું દાંતા દ્વારા આવતું દાન પણ બંધ થવા લાગ્યું છે.જેથી ગૌશાળા પાંજરાપોળ માં આશ્રય લઈ રહેલા અબોલ પશુઓની હાલ કફોડી બનવા પામી છે.જેથી ગૌશાળા તેમજ પાંજરાપોળ માટે સરકારે 500 કરોડ સહાય ની જાહેરાત કરી તેના માટે ગૌશાળા તેમજ પાંજરાપોળ ના સંચાલકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં સરકારે કરેલ 500 કરોડ સહાય ની જાહેરાત બાદ  સરકાર દ્વારા કોઈજ કાર્યવાહી કરી નથી જેથી ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકોએ બનાસકાંઠા માં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે..ગુજરાતમાં 1500 કરતા વધુ ગૌશાળા પાંજરાપોળ આવેલ છે અને જેમાં અંદાજીત 4.5 લાખ ગૌવંશ સહિતના અબોલજીવો આશ્રિત છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં 170 કરતા વધુ ગૌશાળા પાંજરાપોળ મા 80 હજાર જેટલા પશુઓ આશ્રિત છે.તેમજ 1 પશુનો રોજનો નિભાવ ખર્ચ અંદાજીત રૂ.60 થી 70 નો થાય છે. પરંતુ કોરોના કાળમાં ગૌશાળા તેમજ પાંજરાપોળમાં દાતા દ્વારા અપાતું દાન માનવસેવા તરફ વળ્યું હતું જેના કારણે પશુઓની હાલત દયનીય બની હતી જે બાદ સરકારે આ પશુઓને નિભાવવા માટે સહાયની જાહેરાત કરી હતી જે બાદ સહાય બંધ થતા ફરી પશુઓની હાલત દિવસે દિવસે કફોડી થવા લાગી હતી પરંતુ જે થોડા ઘણો દાતા દ્વારા આવતું જેનાથી પશુઓને નિભાવવામાં આવી રહ્યા હતા ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ સરકાર પાસે આ અબોલ જીવોને નિભાવ માટે સહાયની જાહેરાત કરી હતી જે બાદ સરકાર દ્વારા હાલ તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની પાંજરાપોળ ગૌશાળા ને 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી આ જાહેરાત કર્યા બાદ ગૌશાળા પાંજરાપોળ દાતા દ્વારા અપાતું થોડા ઘણું દાન પણ આ સહાયની જાહેરાત બાદ બંધ થવા લાગ્યું છે અને જેના કારણે હાલ પશુઓને નિભાવવા મુશ્કેલ બની રહ્યા છે સરકાર દ્વારા કરેલી આ જાહેરાત બાદ તમામ ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ જ વર્તમાન સમયમાં  મોંઘવાની અસરથી ઘાસચારાના ભાવ પણ બમણા થઈ ગયા છે. જેથી પશુઓને બામણા થી મળેલા ઘાસચારાને કેવી રીતે પશુઓને નિભાવવા તે પણ ગૌ શાળા તેમજ પાંજરાપોળના સંચાલકોમાં સવાલ ઉભા થયા છે. તેમજ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો જણાવી રહ્યા છે કે સરકાર તરફથી જાહેરાત બાદ ફક્ત ખાલી વાયદાઓ જ આપ્યા છે. હજી સુધી બજેટમાં કરેલી જાહેરાત નું એક રૂપિયો પણ ગૌશાળા તેમજ પાંજરાપોળ ને આપ્યો નથી જેના કારણે હાલ પશુઓની હાલત કફોડી થઈ રહી છે. તેમજ છેલ્લા ત્રણ માસની બાકી આર્થિક સહાય પણ તાત્કાલિક સંસ્થાઓને ચૂકવવા આવે તેમજ જાહેરાત કરેલી સહાય પણ 7 દિવસ માં ચૂકવણી કરવામાં આવે તેવી આજે પાલનપુર જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો સાત દિવસમાં સરકાર દ્વારા સહાય નહીં આપવામાં આવે તો પશુઓને સરકારી કચેરીઓ નજીક છોડી મુકાશે તેવી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે..

Download Our B K News Today App



Related News