ડીસામાં 182 ધારાસભ્યને બે-બે બદામ મોકલી ગૌશાળા સંચાલકો રૂ. 500 કરોડની સહાયની જાહેરાત યાદ કરાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-18 13:33:32
  • Views : 304
  • Modified Date : 2022-09-18 13:33:32

 

સરકારે ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કર્યા બાદ હજુ સુધી ન ચૂકવતાં ગૌશાળા સંચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં સંચાલકોએ 182 ધારાસભ્યોને સંદેશ સાથે બે બે બદામ મોકલી સહાય ચૂકવવાનું ભૂલી ગયેલી સરકારને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ હજી સુધી સરકારે એક પણ પૈસો આપ્યો નથી. જેથી સંચાલકો દ્વારા રોજ અલગ અલગ રીતે સરકારને જગાડી સહાય મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેના અંતર્ગત આજે ડીસામાં ગૌશાળાના સંચાલકોએ દરેક ધારાસભ્યને બે-બે બદામ સાથે સંદેશો મોકલવાનું શરૂ કર્યું છે. સરકાર જાહેરાત કર્યા બાદ સહાય આપવાનું ભૂલી ગઈ છે. ત્યારે આ બે બદામ ખાઈને સરકારને ફરી સહાય આપવાનું યાદ આવે અને ગૌશાળાને તાત્કાલિક સહાય ચૂકવે તે માટે ગૌ શાળાના સંચાલકોએ અનોખો પ્રયાસ કર્યો છે.

Download Our B K News Today App



Related News