નાણી ગૌચરમાં ગૌવંશના ઘાસ ચારા માટે ગૌસેવકો અને હિંદુ યુવા સંગઠન વ્હારે આવ્યું હતું.રોજના બે ડાલા લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:48:32
  • Views : 195
  • Modified Date : 2022-03-21 11:48:32

ઘણા વર્ષોથી ગાયોની હાલત કફોડી છે ડીસા થી 20 કિલોમીટર દૂર આવેલ નાણી ગૌચરમાં હજારોથી પણ વધારે ગૌ વંશ છે જેમનું કોઈ આધાર નથી.. નિરાધાર બનેલ ગાયો ઉનાળાની શરૂઆતથી ચોમાસા સુધી ગાયોની હાલત ખુબ ખરાબ થઈ જાય છે ત્યાં ઘાસ ચારો ન મળવાના કારણે ગાયો ખૂબ જ દુઃખી છે

 

હિંદુ યુવા સંગઠન નાં પ્રમુખ નીતિનભાઈ સોની એ જણાવ્યું કે ગાયો ની સંખ્યા ઓછી હોય તો પહોંચી વળાય પરંતુ  હજાર થી પણ ગાયો હોવાથી ત્યાં ઘાસ ચારા ની સગવડ કરવી ખૂબ જ મુશ્કેલ છે જોકે દસેક દિવસ થી રોજ બે ડાલા  લીલું ઘાસ મોકલાય છે  આવી

પરિસ્થિતિમાં નાણી ગામ નાં મોતીભાઈ દેસાઈ,અલ્પેશભાઈ દેસાઈ તથા  ડીસા જલીયાણ ગૌ શાળા ના રમેશભાઈ ઠક્કર,ભરતભાઈ ઠક્કર,મહેશભાઈ ઉદેચા,ગૌ સેવા સમિતિ નાં કરણભાઈ ચૌધરી ઉત્તમભાઈ તથા પાલનપુર નાં ભાઈચંદભાઈ પંચાલ અને અમારા સંગઠન નાં સાથ થી અને દાતા ઓનાં આર્થિક સહયોગ થી ઘાસ ચારા ની સગવડ કરાય છે.

 

છેલ્લા 4 વર્ષ થી આ પરિસ્થિતિ માં મદદ કરાય છે જો ઘાસ નાં મળે તો ગૌ વંશ ભૂખ નાં કારણે બેસી જાય છે અને ત્યાં નાં ભૂંડ અને કૂતરાઓ જીવતી ગાયો ને ભક્ષી જાય છે..

 

આ પરિસ્થિતિ ની પહોંચી વળવા રાજકીય લોકો ને તથા કલેક્ટર શ્રી ને વારંવાર રજુવાતો કરી આવેદન પત્રો આપવા છતાંય કોઇપણ રીતે નિરાકરણ આવતું નથી. બે વર્ષ પહેલા ગૌસેવા સમિતિ દ્વારા 900 જેટલા બનાસકાંઠા ની ગૌ વંશ ને પાંજરાપોળો અને ગૌ શાળા માં મોકલાયા હતા પણ કોરોના રોગચાળો આવતા આ કાર્ય બંધ કરાયું હતું. દર વર્ષે આ પરિસ્થિતિ પહોંચી વળવા તંત્ર દ્વારા પગલાં લેવા માં આવે તો ભૂખે તરસે મરતી ગાયો બચી જાય.અને વધુ માં જણાવ્યું હતું કે બનાસકાંઠા ની ગૌ પ્રેમી સેવકો સાથ આપે તો આ કાર્ય પૂર્ણ થાય અને લોકો ને.અપીલ કરવામાં આવે કે ઘાસ ચારા ની દાતા ઓ દ્વારા મદદ મળે.

 

આજ રોજ પણ બે આયી સર ગાડી બે જીપ ડાલા અને એક ટ્રેક્ટર ઘાસ ચારો દાતા નાં સહયોગ થી અપાયો હતો.

Download Our B K News Today App



Related News