કંબોઈમાં વીજ વાયરમાં ફોલ્ટ થતા ઘઉંનો પાક સળગ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:19:01
  • Views : 386
  • Modified Date : 2020-03-12 11:19:01

કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે સોલંકી બાબાજી કેસુજી રહે. કંબોઈ  અદાણી પાટી તા.કાંકરેજ મોતીસર વિસ્તારમાં પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યુ હતુ. ત્યારે ખેતરમાં ઘઉં
પાકીને કાપણી પર છે. ત્યારે  વધુ પડતા પવનને કારણે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના વાયરો ઢીલા હોવાના કારણે એકબીજા વાયરો ભેગા થતા તેના તણખા ઉડતા ખેતરમાં કાપણી કરેલા ઘઉંમાં આગ લાગી હતી. આ વીજ વાયરો સાવ ઢીલા હોવાના કારણે અવારનવાર વાયરો ભેગા થાય છે અને તણખા ઉડવાના કારણે ખેડૂતને નુકસાન થવા પામ્યું છે. પરંતુ યુ.જી.વી.સી.એલ.કંપનીની બેદરકારીના કારણે  ખેડૂતનો તૈયાર કરેલો પાક નષ્ટ પામ્યો હતો. ખેડૂતોની વારંવાર રજૂઆતો કરેલ હોવા છતાં તંત્ર ધ્યાન પર લેતું નથી અને આજે પાક બળીને ખાખ થયો હતો. આજુબાજુના ખેડૂતો ભેગા થઈ પાણીનો છંટકાવ કરી આગ ઓલવી હતી અને તૈયાર ઘઉંનો પાક બચાવ્યો હતો. છતાં પણ ૧૦ મણ જેટલા ઘઉં બળી ગયા હતા અને ખેડૂતને પાંચ હજાર જેટલું નુકસાન થવા પામ્યું હતું.

Download Our B K News Today App



Related News