યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે અસિત વોરા, અધ્યક્ષ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 11:59:46
  • Views : 342
  • Modified Date : 2019-11-30 11:59:46

ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા
તાજેતરમાં બિન સબિવાલય કારકુન અને સચિવાલય આફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા લેવાઇ હતી. તે સંદર્ભે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરાયેલા તમામ આક્ષેપો સંપૂર્ણ પાયાવિહોણા છે. તેમણે  પરીક્ષા સંદર્ભે જે વિડીયો ફૂટેજ જાહેર કર્યો છે તેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધા છે અને તેની પણ યોગ્ય તપાસ સંપૂર્ણ
પારદર્શિતાથી કરવામાં આવશે. રાજ્ય સરકાર યુવાનોને સંપૂર્ણ પારદર્શિતાથી સરકારી સેવામાં જોડી રહી છે. ત્યારે આવા
બેબુનિયાદ આક્ષેપો કરીને યુવાનોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે બંધ કરવું જોઇએ.
 રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કાર્યક્રમ હાથ ધરીને સરકારી નોકરી યુવાનોને આપી છે. તે કોંગ્રેસની આંખમાં કણાની જેમ ખૂંચે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. અમિત ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી સી.યુ.શાહ કોલેજના વિડીયો ફુટેજ જાહેર કરીને રાજ્ય સરકારને બદનામ કરવામાં આવી રહી છે તેને સરકાર સહેજ પણ સાંખી લેશે નહી. આ કેન્દ્રના વિડીયો ફુટેજની સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરાશે. કેન્દ્રમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પણ યોગ્ય રીતે ચકાસવામાં  આવશે અને આ માટે ઉમેદવારો તેમજ કેન્દ્રના નિયામકને રૂબરૂમાં બોલાવી પરામર્શ કર્યા બાદ જા તેમાં ગેરરીતિ આચરાઈ હશે તો તેમની સામે પણ કાયદાસેરની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર સહેજ પણ કચાશ રાખશે નહીં. ગેરરીતિમાં જે વ્યÂક્તઓ સંડોવાયેલ જણાશે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૧.૨૦ લાખથી વધારે યુવાનોને સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષા લઈને સરકારી સેવાઓમાં જોડયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની સંવર્ગોની ૨૫૦૦૦ થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News