૮૨ કરોડના ખર્ચે બનેલ હાઇવેમાં માટી નાખવા ગામડાના ગૌચર ખોદી દેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 11:39:50
  • Views : 459
  • Modified Date : 2019-12-13 11:39:50

ધાનેરાથી સાંચોર સુધીના માર્ગને સ્ટેટ હાઇવેમાંથી
રૂપાતર કરીને ચાર વર્ષ પહેલાં નેશનલ હાઇવેને સોંપવામાં આવ્યો હતો અને આ હાઇવે
પહોળો કરવા માટે સરકાર દ્વારા નેનાવાથી થાવર સુધીમાં ૮૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ આ હાઇવે બનાવવા માટે માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. તે માટી વગર રોયલ્ટીએ ગૌચરોમાંથી ખોદકામ કરીને લાવવામાં આવી હોવાથી આ બાબતે ભુસ્તર વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં જાણે ભ્રષ્ટ્રાચારે મઝા મુકી હોય તેવુ જ્યાં દેખો ત્યા જોવા મળી રહ્યુ છે. વાત કરવામાં આવે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ નેનાવા ગામથી ધાનેરાના થાવર ગામ સુધી નેશનલ હાઇવે દ્વારા ૮૨ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે અને આ કામ જ્યારથી ચાલુ કરવામાં આવ્યુ ત્યારથી કંઇકને કંઇક વિવાદ રહ્યો છે. હાલમાં એક તરફ હલકી ગુણવત્તાને લઇને દિલ્હી નેશનલ હાઇવે ઓથોરિટીને લેખીત રજૂઆત કરવામાં આવી હતી અને ફરી એક નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. આ માર્ગ બનાવનાર એજન્સી દ્વારા રસ્તા ઉપર માટી મંગાવવા માટે સરપંચો સાથે મિલીભગત કરીને કેટલાંય ગામડાના ગૌચરોમાંથી ઉંડા ઉંડા ખાડાઓ પાડીને માટી લેવામાં આવી છે અને તે માટી માટે કોઇપણ પ્રકારની રોયલ્ટી ચૂકવવામાં આવી નથી. જેથી સરકારની તિજોરીને આ કોન્ટ્રાકટર દ્વારા મોટુ નુકસાન કરવામાં આવ્યું છે. જેથી એક જાગૃત નાગરીક કાનજીભાઇ પટેલ દ્વારા આ કોન્ટ્રાકટર પાસેથી રોયલ્ટી વસુલવા માટે તેમજ જ્યાં જ્યાં મોટા મોટા ખાડો ખોદી દેવામાં આવ્યા છે તે ખાડા સરખા કરવા માટે ભુસ્તર વિભાગ ગાંધીનગર ખાતે તેમજ મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆતો કરવામાં આવેલ છે. તેમજ જ્યાં સુધી આ રોયલ્ટીનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ કોન્ટ્રાકટરનું પેમેન્ટ સ્ટોપ રાખવા માટે પણ નેશનલ હાઇવે ઓથોરિટીને લેખીત રજૂઆત કરવામાં આવતા આ બાબતે જેતે ગામડાઓમાંથી સરપંચોની મિલીભગતથી રોયલ્ટીની ચોરી કરવામાં આવી છે, તેવા સરપંચો પણ દોડતા જોવા મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News