ધોળાકુવા બલરામ આશ્રમ શાળા પાસે ઉભરાતી ગટરોથી નાગરિકો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:14:56
  • Views : 277
  • Modified Date : 2021-01-21 11:14:56

પાટનગર શહેર વસાવવામાં જમીનો આપી દેનારા ગામડાઓ શહેરમાં સમાવિષ્ટ થયા હોવા છતા સમસયાઓનો પાર આવતો નથી. અનેક ગામડા સ્માર્ટ સિટીના તાયફા સામે વિકાસથી વંચિત જાેવા મળી રહ્યા છે. ધોળાકુવાના બલરામ આશ્રમ પાસે ગટર ઉભરાઇ રહી છે. રજૂઆત કરવા છતા નિરાકરણ આવતુ નથી. નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. શહેરમાં ગટરો ઉભરાવી સામાન્ય બની ગઇ છે. રહિશોના મકાનમાં રીટર્ન
પાણી આવે ત્યા સુધી કુંભકર્ણની નિન્દ્રામાં રહેલુ તંત્ર જાગતુ નથી. નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોવા છતા તેનો યોગ્ય સમયમાં નિકાલ લાવવામાં આવતો નથી. શહેરમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં બલરામ આશ્રમ પાસે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઇ રહી છે. સ્થાનિકો દ્વારા લેખિત રજૂઆત કરવા છતા તેમની સમસ્યા સામે ધ્યાન આપવામાં આવતું નથી.
આશ્રમમાં આવતા જતા નાગરિકોને ગંદા પગ કરીને
પસાર થવુ પડી રહ્યુ છે. જ્યારે નાના ભૂલકાઓ દિવસમાં અનેકવાર અહિયાથી પસાર થાય છે. મચ્છરોનો ઉપદ્રવ થવાની સાથે રોગચાળો ફાટી નિકળવાની દહેશત
આજુબાજુમાં રહેતા લોકો સેવી રહ્યા છે. ત્યારે જાે આ સમસ્યાનુ ઝડપથી સમાધાન કરવામા નહિ આવે તો ચૂંટણીમા નુકશાન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

Download Our B K News Today App



Related News