વિરમગામમાં ગટરો ઉભરાતા ન.પા. કાઉન્સિલર ઉંઘતા હોવાના બેનરો લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 14:29:32
  • Views : 385
  • Modified Date : 2020-01-03 14:29:32


વિરમગામવિકાસથી વંચિત વિરમગામ શહેરના મુખ્ય પ્રાણ પ્રશ્નોમાંનો એક એટલે કે સતત ઉભરાતી ગટરો અને એમાં પણ વિરમગામ શહેરમાં નગરપાલિકાના વોર્ડ નં-૬ માં આવતા બોરડી બજારમા છેલ્લાં બે વર્ષથી સતત ગટરો ઉભરાય છે અને બોરડી બજાર એ વિરમગામ શહેરની મુખ્ય બજારમાનો માર્ગ ગણાય છે. ત્યારે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આ અંગે વિરમગામના જાગૃત યુવાન રૂપાણી ફૈયાઝહુશેન રજ્જાકભાઈએ આ અંગે આર.ટ.આઈ. હેઠળ માહિતી માંગતા ખુદ વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ એવું કબુલ કરેલ કે ગટરની લાઈનો સડી અને તુટી ગયેલ હોવાથી ફન પોઈન્ટથી અલિફની મસ્જિદ સુધી દરરોજ પાણીના સપ્લાયના ટાઈમે દરરોજ ૨૦ મિનીટ ગટર ઉભરાય છે. જો ચીફ ઓફિસર ખુદ જ એવું કબુલ કરતા હોય કે હા ગટર ઉભરાય છે તો શું આમ જનતાએ સહન કરી લેવાનું ?? આ અગાઉ વિરમગામ યુવા શક્તિ ગ્રુપ અને વેપારી મહામંડળ દ્વારા પણ સુવિધા નહીં તો વેરો નહીં ના બેનરો વિરમગામમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા હતો છેલ્લાં બે વર્ષથી દરરોજ ગટરો ઉભરાતા ત્રાહિમામ પોકારી ઉઠેલ જનતા અને વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવતા સણસણતા સવાલો પુછ્યા છે કે અમારા વેપારીઓનું કોણ? શુ આ પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ ?  જેવા લખાણ સાથે વિરમગામ શહેરના મોટી બજાર, કાપડ બજાર, નવી કાપડ બજાર, ચોકસી બજાર, બોરડી બજારના વેપારીઓએ કાઉન્સિલરના નામવાળા બેનરો લગાવીને જાગો છો કે સુઈ ગયા ? એવા સવાલો કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે. નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે? કે હજી પણ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહેશે ?


Download Our B K News Today App



Related News