કાણોદર હાઇવે પર અકસ્માત ઃ બાઈકસવારનું ઘટનાસ્થળે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:03:14
  • Views : 3982
  • Modified Date : 2020-10-15 12:03:14

પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા હોય છે. ત્યારે બુધવારના રોજ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઇકસવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.  
બનસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મિયાલ ગામના વતની ભરતભાઈ ભીખાભાઈ દેસાઈ પાલનપુર હાઈવેથી સિધ્ધપુર કામકાજ અર્થે નીકળ્યા હતા. પરંતુ કાણોદર હાઈવે કનૈયા ધાબાની સામે બાઈકસવાર ટ્રકની અડફેટે આવી જાતા ભરતભાઈનું ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતું અને તેમના સાથી મિત્ર કમલેશભાઈ કાનજીભાઈ
ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક છાપી ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલિક
પાલનપુર સિવિલ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News