ગઠામણ ગામના બધા જ ૨૧ દર્દીઓને સ્વસ્થ થઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-10 15:25:52
  • Views : 4988
  • Modified Date : 2020-05-10 15:29:17

બનાસ મેડિકલ કૉલેજ કોવિડ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજે વધુ ૪ દર્દીઓને રજા અપાઈ છે  આ સાથે ગઠામણ ગામના બધા જ ૨૧ દર્દીઓને સ્વસ્થ થઈ ગયા  છે આજની ક્ષણે કોવિડ ૧૯ સામે બનાસ મેડિકલ કોલેજ કોવિડ હોસ્પિટલના સહયોગથી ૧૦૦ % જીત પ્રાપ્ત કરતું બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ કેસ ધરાવતું ગામ એટલે ગઠામણ ગામ.આ પહેલા ૨ માવસરી, ૨ મીઠાવીચારણ, ૧ આકોલી, ૧ દૈયપ - તા. વાવ, ૧ રામપુરા, તા. થરાદ પણ ૧૦૦ % દર્દીઓ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સાજા થયા હોય તેવા ગામો છે. આ ઉપરાંત ભાગળ, તા. પાલનપુરના ૧ દર્દી પણ અગાઉ સાજા થયેલ છે. આમ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત જનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૯ થયેલ છે.આજ સુધીના કુલ કોવિડ૧૯ પોઝિટિવ દર્દીઓની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં ૮૫ છે.

Download Our B K News Today App



Related News