પાલનપુરમાં સ્કૂલ આગળ જ ગટર ઉભરાતાં રોગચાળાની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:54:15
  • Views : 391
  • Modified Date : 2019-09-22 11:56:47

પાલનપુરમાં ડેરી રોડ નજીક આવેલી આદર્શ સ્કૂલ પાસે ગટર ઉભરાતાં ગંદા પાણી ભરાઇ રહે છે. જેના કારણે અહિંથી પસાર થતાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોગચાળો પ્રસરે તે
પહેલા નગરપાલિકા દ્વારા સફાઇકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
 પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમિત સફાઇ કરવામાં ન આવતાં શંકાસ્પદ ડેન્ગ્યુ સહિત વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે. આવી સ્થિતિમાં પાલનપુરમાં ડેરી રોડ નજીક આવેલી આદર્શ સ્કૂલ પાસે ગટર ઉભરાતાં ગંદા પાણી ભરાઇ રહે છે. જેના કારણે અહિંથી પસાર થતાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશ મોહનભાઇ દવેએ જણાવ્યું હતુ કે, ગટર ઉભરાતાં ગંદા પાણી અહિંયા ભરાઇ રહે છે. જેની દૂર્ગંધથી માથુ ફાટી જાય છે. વળી ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો પ્રસરે તે પહેલા નગરપાલિકા દ્વારા સફાઇકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News