થરાદની રાજેશ્વર આદર્શ શાળા આગળ ગટરના પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:15:36
  • Views : 396
  • Modified Date : 2019-09-22 11:15:36

થરાદ શહેરમાં નગરપાલિકાની ઘોરબેદરકારી સામે આવી રહી છે. થરાદની
રાજેશ્વર આદર્શ શાળા આગળ છેલ્લાં કેટલાંક સમયથી ગટરનું પાણી ઉભરાઈને વહી રહ્યું છે. શાળાના વહીવટીતંત્રએ  નગરપાલિકાને લેખિત રજૂઆત કરી પણ નગરપાલિકાને જાણે સફાઈમાં કોઈ રસ ના હોય એવું લાગી રહ્યુ છે. શાળાના રસ્તા
પર ગટરનું પાણી ભરાઈ જતાં શાળાએ જતાં બાળકોને ખુબ
પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ગટરના પાણીની અંદરથી બાળકોને અવરજવર કરવી પડે છે. આ રસ્તો હાઇવેથી બજારમાં જતો મેઈન રસ્તો છે જેના પર વાહનો અને રાહદારીઓની અવરજવર વધારે પડતી હોય છે. ત્યારે આ રસ્તા પરથી આ ગંદા પાણીના નિકાલની કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. નગરપાલિકાને અનેક વખત રાહદારીઓ દ્વારા અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મૌખિક અને લેખિત રજૂઆત કરી પણ નગરપાલિકા દ્વારા ગરટની સફાઈ કામગીરી કરવામાં આવતી નથી.

Download Our B K News Today App



Related News