ધાનેરાની ચામુંડાનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:20:28
  • Views : 416
  • Modified Date : 2019-07-03 11:33:19

ધાનેરાના ચામુંડાનગર સોસાયટીની ગટરો ઉભરાઇને
પાણી રસ્તા ઉપર આવી જવાના કારણે રાહદારીઓ તેમજ સ્કૂલે જતા બાળકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમજ
પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા અધિકારીઓના પેટનું પાણી
પણ હલતુ નથી.
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી સફાઇ બાબતે નિષ્કાળજી રાખવામાં આવી રહી છે. કેટલીક સોસાયટીઓમાં સફાઇનો અભાવ છે તો ક્યાંક ગટરોના પાણી ઉભરાઇને રસ્તા ઉપર આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ધાનેરાની ચામુંડાનગર સોસાયટીની આ સોસાયટીમાં નાગજીભાઇ પટેલના ઘર પાસેથી હાઇવેને મળતા રસ્તામાં ગટરના પાણી ભરાઇને પડયા રહેતા હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ આ મુખ્ય રસ્તો હોવાના કારણે શાળામાં જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અન્ય માર્ગોથી પસાર થવાનો વારો આવ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર ધાનેરા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવવા છતાં નગરપાલિકા તંત્રનું પેટનુ પાણી હલતુ નથી. જો હાલમાં આ સોસાયટીના આ હાલ છે તો પછી શુ હાલ થશે ?

Download Our B K News Today App



Related News