ડીસાની પિંક સીટીમાં ગટરના પાણી ઉભરાયા રહીશોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:31:47
  • Views : 439
  • Modified Date : 2019-07-03 11:31:47

ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અને કામો પૂરા કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલાં ડીસા
નગરપાલિકા દ્વારા શહેરના તમામ ગટરો અને નાળાઓ રીપેરિંગ કરવાની ગ્રાન્ટ
આપવામાં આવે છે. પરંતુ શહેરના પિંક સીટી સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે પોતાનું શાસન સંભાળ્યું છે ત્યારથી ડીસા નગરપાલિકામાં અનેક વિકાસના કામો થઇ રહ્યા છે. પરંતુ તે સાથોસાથ ડીસા શહેરના અનેક એવા પણ વિસ્તારો છે જ્યાં આજે પણ લોકો વિકાસથી વંચિત છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  ડીસા શહેરના પિંક સીટી વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ગટરનું પાણી આ વિસ્તારમાં હોવાથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગટરો ઉપર આવવાના કારણે અહીંથી પસાર થવું પણ આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાંથી અભ્યાસ માટે જતાં બાળકો પણ આ ગંદા પાણીમાં પડવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આ બાબતે પિંક સીટી વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ ગટરો સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે હવે આગામી સમયમાં ચોમાસુ આવી રહ્યુ  છે ત્યારે વધારે ગંદકી ન થાય અને ગંદકીના કારણે મોટો રોગચાળો ના ફાટે તે પહેલાં ડીસા નગરપાલિકા તાત્કાલિક આ વિસ્તારની ગટરોનું સમારકામ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News