ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 12:35:27
  • Views : 470
  • Modified Date : 2019-05-19 12:35:27

મોડીરાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે. અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનની આ ઘટના છે, જ્યારે મૃતકોના મૃતદેહો પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયા છે.વધુ એક વખત ગેસ ગળતરથી મજૂરોના મોતની ઘટના સામે આવી છે. ઓઠવ વિસ્તારમાં અંબિકાનગર પમ્બિંગ સ્ટેશન ખાતે મજૂરો ગટર સાફ કરવા ઉતર્યા હતા. તે દરમિયાન રાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી. ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત થયા હતા.આ ઘટનામાં રમેશભાઈ, સુનિલભાઈ, લાલસિંહ, સર્વજીતનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા છે. મળતી માહિતી પ્રમાણે આ મજૂરો કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હતાં. તેઓ મહિમા ઇન્ડસ્ટ્રીઝના પ્રાઇવેટ કારીગરો હતા. ઘટના અંગે સુપરવાઇઝર કેતનને જાણ કરાઇ હતી. ઉપરાંત મજૂરો સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News