ડીસામાં સીતારામ ગૌશાળાની અંદરથી ગટર કામ ચાલતા મુશ્કેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:19:17
  • Views : 411
  • Modified Date : 2019-07-19 11:19:17

છેલ્લાં કેટલાંક સમયથી ડીસા નગરપાલિકા દ્વારા સીતારામ ગૌશાળાની  અંદરથી ગટરલાઈનનું કામકાજ કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે ગૌશાળાની દિવાલ તોડીને આ ગટર લાઈનનું કામકાજ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતિએ કામગીરી ચાલતી હોય ગૌશાળામાં રહેલી કેટલી ગાયો  ગુમ થઈ રહી છે. શરૂઆતમાં કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક મહિનામાં  આ ગટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવશે.
પરંતુ આઠ મહિનાનો સમય વિતવા છતાં હજુ સુધી આ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. ગોકળગતિએ ચાલતી ગટરલાઈનની કામગીરીથી ગૌશાળા સંચાલકો તેમજ રાહદારીઓ, હરિઓમ સ્કૂલના સંચાલકો, વિદ્યાર્થીઓ હેરાન
પરેશાન થઇ ગયા છે. ગૌશાળામાં અંદાજે ૨૦૦ થી વધુ ગાયો વસવાટ  કરતી હતી. જેમાંથી આ દિવાલ તોડવાથી  
પંદરથી વધુ ગાયો ગુમ થઇ ગયેલ છે. જ્યારે આ રખડતી ગાયો ગટરના ગંદા પાણી પીવા મજબૂર થઈ રહી છે.
ભાજપ શાસિત
નગરપાલિકાના સુઘડ વહીવટ કે
પાપના કારણે ગાયોને ગટરમાં પાણી પીવા પડે છે. જો
નગરપાલિકા ધારે તો
નગરપાલિકા એકટની જોગવાઈ મુજબ શહેરમાં રખડતા ઢોરો માટે વાડો, ડબો કે પાંજરાપોળ સંચાલિત ગૌશાળા પણ બનાવી શકે છે. પણ અહીં તો પોતે કશું કર્યુ નથી પણ જ્યારે એક સીતારામ  ગૌશાળા વર્ષોથી ચાલી રહી હતી. જે ગ્રામજનોના સહયોગથી અને જેમાં ૨૦૦ થી વધુ ગાયોનો નિભાવ થઈ રહ્યો હતો. જેમાં શેડ, પાણીના હવાડા તેમજ અન્ય જરૂરી સગવડો ઉપલબ્ધ કરવવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય પણ આ સંસ્થાને મળી રહી હતી. પરંતુ ડીસા નગરપાલિકાએ ગૌશાળાની માધ્યમ મોટો મોટા ખાડા ખોદીને મૂકી દીધા, ગૌશાળાની દિવાલો તોડી અને ગટરનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે જેને લઇ સંસ્થાના પશુઓ આમ તેમ વેરવિખેર થઈ ગયા છે.  તેમજ અધિકારીઓએ તપાસમાં આવ્યા ત્યારે સંસ્થા ૧૫ જેટલા પશુઓ ઓછા દેખાતા અધિકારીએ સંસ્થાના વિરુદ્ધ કાર્યવાહી કરી સરકારની મળતી સહાય બંધ કરવી તે કેટલું યોગ્ય છે. આજે આ ગાયોને તમામ પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે અને તે બાબતે વારંવાર નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં તેઓ કોઈ ધ્યાન આપેલ નથી. આ ગાયો બચાવોની વાતો કરતી ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને કોન્ટ્રાક્ટરના તાત્કાલિક ધોરણે ગટરનું કામ પૂર્ણ કરાવીને ગાયોને સુરક્ષિત ગૌશાળામાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની લાગણી સાથે માંગણી  ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News