મુના ગામમાં રસ્તામાં ગટર કે ગટરમાં રસ્તો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 11:21:37
  • Views : 478
  • Modified Date : 2020-11-20 11:21:37

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે પાટણ અને બનાસકાંઠા ને જોડતો રસ્તો આવેલો છે. જે  રસ્તામાં બે વર્ષ કરતાં પણ વધારે સમયથી રસ્તામાં  ગટરનું પાણી આવાથી રસ્તામાં ખાડા પડી જવાથી રસ્તામાં ગટરના ગંદા
પાણી ભરાઇ રહે છે. જેથી મુના ગામમાં કોરોના જેવી મહામારીમાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે.
આ રસ્તા પર પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, પંચાયત કચેરી અને રસ્તાની બંન્ને બાજુ ઘરો આવેલા છે. આ બાબતે રાહદારીઓ, ગામલોકો અને
પંચાયતના ઉપસરપંચ અને સભ્યો દ્વારા પંચાયત કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરપંચ અને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.
ગામ લોકો જણાવી રહ્યા છે કે પંચાયત અમારી પાસેથી સફાઈ વેરો નિયમિત લે છે અને સફાઈના નામે અમને પહોંચ આપવામાં આવે છે. તો ગામમાં સફાઈ કરવામાં આવતી નથી તો
પંચાયતમાં જમા થયેલા નાણાં જાય છે ક્યાં ? જેમાં ઉપસરપંચ જણાવી રહ્યા છે કે, પીવાના
પાણીના ટાંકાની
પાઇપલાઇનના વાલમાં
પક્ષીઓના પીંછા અને તેમના મૃત દેહોના કારણે પાણી દૂર્ગત વાળું પાણી લોકો પીવામાં
ઉપયોગ કરતા હતા. જેની મને જાણ થતા પાણીના ટાંકાની સફાઈ કરવા હતી.  ગટરનુ દુર્ગધ વાળું પાણી રસ્તામાં આવતું પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે ગામજનોને ઉગ્ર માંગ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News