રાંધણ ગેસમાં રૂ.144.5નો વધારો થતાં સામાન્ય માણસને કમ્મરતોડ ફટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-13 14:52:16
  • Views : 444
  • Modified Date : 2020-02-13 14:52:16

મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક ફટકો કેન્દ્ર સરકારે માર્યો છે. જેમાં ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં રૂ. 144.5 પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડરની કિંમત 741 રૂપિયાથી વધીને 858.50 થઈ ગઈ છે.ત્યારે જાન્યુઆરી 2014 બાદ રાંધણ ગેસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે.જેમાં રાંધણ ગેસના ભાવમાં રૂ. 220નો વધારો કરાયો હતો. જેને કારણે સિલિન્ડરની કિંમત હવે રૂ. 1,214 રૂપિયા થઈ હતી.કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસનો ઉપયોગ કરનારા ગ્રાહકોને વર્ષમાં 12 સિલિન્ડર પર સબ્સિડી આપવામાં આવે છે. જેમાં અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર પ્રત્યેક સિલિન્ડર પર રૂ.153.86  સબ્સિડી આપે છે. જેને હવે રૂ. 291.48 કરવામાં આવી છે. આમ વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ પ્રાપ્ત થનારી સબ્સિડી રૂ. 171.48 વધારીને 312.48 પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News